નવી દિલ્હી :  બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની પોતાના મિત્રો અને સ્ટાફ પ્રત્યે બહુ સંવેદનશીલ છે. હાલમાં અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં આવા જ એક મુદ્દે તે અત્યંત સંવેદનશીલ થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રોવા લાગી હતી. 'પિંચ'માં અરબાઝ ખાને થોડા દિવસ પહેલાં સની અને તેના પતિ ડેનિયર દ્વારા કરવામાં આવેલા એક પ્રયાસનો ઉલ્લેખ કર્યો હતો. આ સેલિબ્રિટી કપલ તેમના ટીમ મેમ્બર પ્રભાકલ યેડલનું જીવન બચાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. અરબાઝે જ્યારે આ મુદ્દાનો ઉલ્લેખ ખર્યો કર્યો ત્યારે સની બહુ ભાવુક થઈ ગઈ હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...