મુંબઈ : એક્ટ્રેસ સની લિયોનીએ પોતાના ટેલેન્ટના આધારે બોલિવૂડમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લીધું છે. તે કરોડો રૂપિયાની કમાણી કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 2 કરોડ જેટલા ફોલોઅર્સ છે. સની આટલી સફળ હોવા છતાં તેને એ વાતનો અફસોસ છે કે તેના અંગત મિત્રો બહુ ઓછા છે.  તેને લાગે છે કે તેના ભુતકાળને કારણે આજે પણ લોકો તેની સાથે મિત્રતા કરતા અચકાય છે. નોંધનીય છે કે સની પહેલાં પોર્ન એક્ટ્રેસ તરીકે ફેમસ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સનીએ આઇએએએસને માહિતી આપી છે કે, ''મેં મારા કેટલાક મિત્રો સાથે મળીને મારા માટે એક ખાસ જગ્યા બનાવી છે. હું બહુ બહાર નથી જતી અને ભાગ્યે જ પાર્ટીમાં જાઉં છું. આ કારણે મારા જીવનમાં મિત્રોની સંખ્યા બહુ મર્યાદિત છે. મને દુનિયા  ભુતકાળને કારણે શું ઓળખ આપે છે એની ખાસ પરવા નથી. જોકે મને ખૂબર છે કે હું પહેલાં પણ ખુશ હતી અને જીવનનો આ તબક્કો પણ સારો છે.''


સલમાન વગર જ બનશે નો એન્ટ્રીની સિક્વલ કારણ કે...


સનીએ જિસ્મ 2થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી.  આ પછી તે રાગિની એમએમએસ 2, એક નઇ પહેલી લીલા, કુછ કુછ લોચા હૈં, મસ્તીઝાદે અને વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...