સલમાન વગર જ બનશે નો એન્ટ્રીની સિક્વલ કારણ કે...

2005માં રિલીઝ થયેલી સલમાન ખાન અને અનિલ કપૂરની કોમેડી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ વિશે પુરજોશમાં ચર્ચા ચાલી રહી છે. હવે ડિરેક્ટર અનિસ બઝમીએ પણ આ સિક્વલ વિશે ઇશારો કર્યો છે. 

સલમાન વગર જ બનશે નો એન્ટ્રીની સિક્વલ કારણ કે...

નવી દિલ્હી : 2005માં રિલીઝ થયેલી સલમાન ખાન અને અનિલ કપૂરની કોમેડી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ વિશે પુરજોશમાં ચર્ચા ચાલી રહી છે. હવે ડિરેક્ટર અનિસ બઝમીએ પણ આ સિક્વલ વિશે ઇશારો કર્યો છે. અનિસના આ ઇશારા પછી ફિલ્મના રસિકો ઉત્સાહમાં આવ ગયા છે પણ સાથેસાથે ચોંકાવનારી માહિતી મળી છે કે આ સિક્વલમાં મૂળ ફિલ્મનો હીરો સલમાન ખાન નહીં હોય.

આ મલ્ટીસ્ટારર ફિલ્મના પહેલા ભાગમાં સલમાન ખાન અને અનિલ કપૂર લીડ રોલમાં હતા. તેમની  સાથે બિપાસા બાસુ, લારા દત્તા, સેલીના જેટલી અને ફરદીન ખાન હતા. આ ફિલ્મની રિલીઝને 14 વર્ષ થઈ ગયા હોવા છતાં ચાહકોમાં એનો ક્રેઝ જળવાયેલો છે. અત્યાર સુધી ડિરેક્ટર અનિસ બઝમી અને પ્રોડ્યુસર બોની કપૂર પાસે ટાઇમ ન હોવાના કારણે એની સિક્વલ બની નહોતી પણ હવે આ સિક્વલ બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે. 

આ સિવાય હાલમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને પ્રોડ્યુસર બોની કપૂરના દીકરા અર્જુનની રિલેશનશીપથી સલમાન બહુ અપસેટ છે. આ કારણોસર સલમાને હાલમાં બોની કપૂરની બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. અરબાઝ અને મલાઇકાએ ગયા વર્ષે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

ડેક્કન ક્રોનિકલના સમાચાર પ્રમાણે બોની કપૂરે પોતાની બે ફિલ્મો માટે સલમાનને સાઇન કર્યો હતો પણ હવે સલમાને આ પ્રોજેક્ટમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બોની કપૂર નજીકના ભવિષ્યમાં સલમાન સાથે વોન્ટેડ 2 અને નો એન્ટ્રીની સિક્વલ કામ કરવાનો હતો પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. સલમાનના ઇન્કારના પગલે નો એન્ટ્રીની સિકવલ તેના વગર જ બનાવવાનો નિર્ણય લેવાયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news