નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ગ્રીન ઇન્ડીયા ચેલેન્જ કેમ્પેનમાં જોડાયા છે. સલમાન ખાન હૈદ્રાબાદની રામોજી ફિલ્મ સિટીમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમને ગ્રીન ઇન્ડીયા ચેલેન્જના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં બોલીવુડ સ્ટાર સલમાન ખાને કહ્યું કે દરેક ઝાડ લોકોને જરૂરી ઓક્સિજન પુરો પાડે છે. એવામાં આપણે બધાએ વધુમાં વધુ સંખ્યામાં ઝાડ ઉગાડવા જોઇએ. તમને જણાવી દઇએ કે ફિલ્મ સ્ટાર સલમાન ખાને અહીં રાજ્યસભા સાંસદ અને ગ્રીન ઇન્ડીયાના સંસ્થાપક જે સંતોષ કુમાર સાથે ગ્રીન ઇન્ડીયા ચેલેન્જ 5.0માં ભાગ લીધો છે. જ્યાં સલમાન ખાને ફિલ્મના ક્રૂ મેમ્બર સાથે રામોજી ફિલ્મ સિટીમાં વૃક્ષારોપણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસર પર તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવાની જવાબદારી લેવી જોઇએ અને વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની જરૂરી દેખભાળ પણ કરવી જોઇએ. સલમાને કહ્યું કે દુર્ભાગ્યથી આજે મોટી સંખ્યામાં લોકોના મોત કુદરતી આફતોના લીધે થઇ રહ્યા છે. કુદરતી આફતોની અટકાવવા માટે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું જોઇએ. 

અભિનેત્રી તબ્બુનો ખુલાસો: જો હું આજે સિંગલ છું તેનું કારણ છે બોલિવુડનો આ અભિનેતા


સલમાને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે ટીઆરએસ સાંસદ જે.સંતોષની જોરદાર પ્રશંસા કરી અને કહ્યું કે સાંસદની આ પહેલથી દેશમાં હરિયાળી વધશે અને આપણી ધરતી અને ભાવિ પેઢીઓની રક્ષા થશે. આ દરમિયાન સુપરસ્ટારે પોતાના ફેન્સને ગ્રીન ઇન્ડીયા ચેલેન્જમાં સામેલ થવા અને મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટે આહવાન કર્યું હતું. 


તો બીજી તરફ ટીઆરએસ સાંસદ સંતોષ કુમારે બોલીવુડ સુપરસ્ટાર સલમાનના ગ્રીન ઇન્ડીયા ચેલેન્જમાં જોડાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે બોલીવુડ સ્ટારની વૃક્ષ ઉગાડવાની પહેલ નિશ્વિતરૂપથી તેમના કરોડો પ્રશંસકોને પ્રેરિત કરશે. આ કાર્યક્રમમાં ગ્રીન ઇન્ડીયા ચેલેન્જના સહ સંસ્થાપક રાઘવ કરૂણાકર રેડ્ડી પણ હાજર હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube