અભિનેત્રી તબ્બુનો ખુલાસો: જો હું આજે સિંગલ છું તેનું કારણ છે બોલિવુડનો આ અભિનેતા

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવુડ અભિનેત્રી તબ્બૂએ ખુલાસો કર્યો હતો કે અજય દેવગન તેમના નજીકના મિત્રોમાંથી એક છે. અભિનેત્રીએ જણાવ્યું, તે મારા પિતરાઈ ભાઈ સમીર આર્યના પાડોશી અને નજીકના મિત્ર હતા, તે મારા મોટા થવાનું એક ભાગ હતું.

અભિનેત્રી તબ્બુનો ખુલાસો: જો હું આજે સિંગલ છું તેનું કારણ છે બોલિવુડનો આ અભિનેતા

Tabu on her Single Status: બોલિવુડ અભિનેત્રીનો ખુલાસો આવ્યો છે. તબ્બૂ અને અજય દેવગનની ઓન સ્ક્રીન જોડી 90ના દશકથી જ લોકોના દિલ પર રાજ કરી રહી છે. બન્ને એક સાથે ઘણા બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ પણ કર્યું છે, સાથે અજય અને તબ્બૂ એક બીજાના નજીકના દોસ્ત પણ છે. અજય દેવગનની સાથે તબ્બૂએ વિજયરથ, હકીકત, દ્દશ્યમ, ગોલમાલ અગેન અને દે દે પ્યાર દે જેવી ફિલોમાં કામ કર્યું છે. બન્ને સ્ટાર્સ જલ્દીથી દ્દશ્યમ 2માં સ્ક્રીન શેયર કરશે.

અજયના કારણે તબ્બૂ છે સિંગલ
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવુડ અભિનેત્રી તબ્બૂએ ખુલાસો કર્યો હતો કે અજય દેવગન તેમના નજીકના મિત્રોમાંથી એક છે. અભિનેત્રીએ જણાવ્યું, તે મારા પિતરાઈ ભાઈ સમીર આર્યના પાડોશી અને નજીકના મિત્ર હતા, તે મારા મોટા થવાનું એક ભાગ હતું. જ્યારે હું નાની હતી, સમીર અને અજય મારી જાસૂસી કરતા હતા. તે મને ફોલો કરતો હતો અને કોઈ પણ છોકરો મારી સાથે વાત કરે તો તેને મારવાની ધમકી આપતા હતા. તે એક મોટો ગુંડો હતો અને જો હું આજે સિંગલ છું તો તે અજયને કારણે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

અજય પર વિશ્વાસ છે તબુને
તબ્બુએ મજાકમાં એમ પણ જણાવ્યું હતું કે તેણે અજયને તેના લગ્ન માટે કોઈને શોધવાનું કહ્યું હતું. તબ્બુએ કહ્યું- 'જો કોઈ હોય જેના પર હું વિશ્વાસ કરી શકું તો તે અજય છે. જ્યારે તે આસપાસ હોય છે, ત્યારે સેટ પર માહોલ તણાવ મુક્ત રહે છે. અમે એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ અને બિનશરતી પ્રેમ શેર કરીએ છીએ.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

આ સિવાય એક RJ સાથેની વાતચીતમાં તબ્બુએ એમ પણ જણાવ્યું હતું કે અજય દેવગન તેને ક્યારેય લગ્ન કરીને સેટલ થવા માટે નહીં કહે. અભિનેત્રીએ કહ્યું- 'તે મને સારી રીતે ઓળખે છે. તેઓ જાણે છે કે મારા માટે શું સારું છે. તમને જણાવી દઈએ કે અજય દેવગન અને તબ્બુની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2' 18 નવેમ્બર 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news