MS ધોનીના લીધે બચી પ્રિયા પ્રકાશની પ્રથમ ફિલ્મ, સુપ્રીમ કોર્ટે આપી `ઉરૂ ઉદાર લવ`ને રાહત
ઇન્ટરનેટ સેંસેશન પ્રિયા પ્રકાશ અને તેમની આગામી ફિલ્મના નિર્દેશક ઓમર લુલુએ તેમના વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને હૈદ્વાબાદમાં દાખલ કરવામાં આવેલા કેસને નકારી કાઢવાની અપીલ કરી હતી.
નવી દિલ્હી: ઇન્ટરનેટ સનસની પ્રિયા પ્રકાશ વોરિયરની પ્રથમ ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના નિર્દેશક ઓમર લુલુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઓમર લુલુ વિરૂદ્ધ દાખલ કેસને રદ કરી દીધો છે. ફિલ્મના એક ગીત પર મચેલા વિવાદ બાદ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ ગીત પર પ્રશ્નો ઉઠાવવા પાયાવિહોણા છે. આ ફેંસલામાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'પદ્માવત' અને ક્રિકેટર મહેંદ્ર સિંહ ધોની વિરૂદ્ધ દાખલ જૂની એફઆઇઆરના જૂના મામલાને આધાર ગણ્યો છે.
નારાજ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે કોઇએ ફિલ્મમાં કામ કર્યું અને તમે એફઆઇઆર દાખલ કરાવી દીધું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તાનું કહેવું છે કે ગીત કેરલમાં 1978થી ગાવામાં આવે છે. તેમના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી શકાય છે, કારણ કે હજુ તો ફિલ્મ રિલીઝ પણ થઇ નથી. જોકે ગીત યૂટ્યૂબ પર ફિલ્મના પ્રમોશન માટે નાખવામાં આવ્યું છે. ફરિયાદકર્તા મોહંમદ ખાને કહ્યું કે આ ગીતને એક સમુદાય વિશેષના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે તેમને સમસ્યા નથી, પરંતુ જે પ્રકારે તેને દર્શાવવામાં આવ્યું છે, તેની સામે વાંધો છે.
જોકે ઇન્ટરનેટ સેંસેશન પ્રિયા પ્રકાશ અને તેમની આગામી ફિલ્મના નિર્દેશક ઓમર લુલુએ તેમના વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને હૈદ્વાબાદમાં દાખલ કરવામાં આવેલા કેસને નકારી કાઢવાની અપીલ કરી હતી. ફિલ્મના વાયરલ થયેલા ગીતને લઇને બંને રાજ્યોમાં તેમના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
જે ગીત પર વિવાદ છે તેના બોલ છે- 'માણિક્ય મલરાય પૂવી'. કેસમાં કહેવામાં આવ્યું હતું કે કેરલના મુસ્લિમ સમુદાય આ ગતને ગત 40 વર્ષોથી ગાય છે અને હવે તેને પયંગમ્બર અને તેમની પત્નીની બેઇજત્તી તરીકે જોવામાં આવે છે.
ફિલ્મ 'ઉર ઉદાર લવ' નિર્દેશક ઓમર લુલુએ કહ્યું કે આ ગીતમાં કંઇપણ આપત્તિજનક નથી. રિપોર્ટ્સ અનુસાર ઓમર લુલુએ કહ્યું કે આ માલાબાર એરિયામાં લગ્ન સમારોહમાં ગાવામાં આવતું સામાન્ય ગીત છે. અમને મીડિયા દ્વારા ખબર પડી કે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. 1973 બાદ આ ગીત ગાવામાં આવે છે. આ ગીતમાં પયંગબર મોહમંદ વિશે કંઇપણ આપત્તિજનક નથી.