મુંબઈઃ મુંબઈમાં સોમવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઈડી એકવાર ફરી પૂછપરછ કરશે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે રિયા પર 15 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં રિયાની શુક્રવારે 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય રિયાના ભાઈ શોવિક અને પિતા પણ આજે ઈડી ઓફિસમાં રજૂ થશે. આજે સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ સંભવ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ઘણા દિવસથી જે રીતે ઈડી પૂછપરછ કરી રહી છે. તેનાથી લાગી રહ્યું છે કે જલદી મોટા ખુલાસા થઈ શકે છે. આ પહેલા શનિવારે શોવિક ચક્રવર્તી સાથે ઈડીની પૂછપરછ, જે 18 કલાક ચાલી હતી. શોવિકની જે રીતે ઈડી પૂછપરછ કરી રહી છે તેમાં કંઈ શંકા તો છે આ કારણે મીડિયા સતત સવાલકરે છે પરંતુ તે કોઈ જવાબ આપ્યા વગર કારમાં બેસીને નીકળી જાય છે. શોવિક શનિવારે સવારે 11 કલાકે મુંબઈમાં ઈડી ઓફિસ પહોંચ્યો હતો અને રવિવારે સવારે આશરે 6.25 કલાકે ત્યાંથી નિકળ્યો હતો. 


7 ઓગસ્ટ શુક્રવારે રિયા ચક્રવર્તીની ઈડીએ લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી. સૂત્ર જણાવે છે કે ઈડી અત્યાર સુધી રિયા, તેના ભાઈ શોવિક અને પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સિવાય સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી શકે છે. 


સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'


કોઈપણ ફિલ્મની સ્ટોરીની જેમ સુશાંતની સ્યુસાઇડ મિસ્ટ્રીમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. શિવસેનાએ મુખપત્રમાં પાર્ટીના સાંસદ સંજય રાઉતે લેખમાં આરોપ લગાવ્યો કે, સુશાંતનો પિતા સાથે સંબંધ બરાબર નહતો અને તેથી તેણે મુંબઈને પોતાનું ઠેકાણું બનાવી રાખ્યું હતું. સામનામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંતે કેટલીવાર પોતાના પરિવાર સાથે મુલાકાત કરી તેની પણ તપાસ થવી જોઈએ. સામનામાં બીજો સવાલ સુશાંતના બે અભિનેત્રીઓની સાથે સંબંધને લઈને છે જેને લઈને સામનામાં લખવામાં આવ્યું કે, અંકિતા લોખંડેએ સુશાંતને છોડી દીધો જ્યારે રિયા ચક્રવર્તી તેની સાથે હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube