નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત બાદ ઇન્ડસ્ટ્રી અને રમતગમત સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ પોતાના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઘણા પ્રખ્યાત ચહેરાઓ છે જેમણે એક સમયે જીવનથી હાર માની લીધી એને પોતાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, અન્ય એક અભિનેતાએ પોતાના વિશે આશ્ચર્યજનક વાતો જણાવી છે. ખરેખર, સુશાંત સાથે ફિલ્મ 'કાઇ પો છે'માં કામ કરનાર અભિનેતા અમિત સાધ (Amit Sadh) વિશે ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ તેણે તેના જીવન સાથે જોડાયેલી બધી બાબતો શેર કરી છે. તેણે કહ્યું કે એક તબક્કામાં તે એટલો નારાજ હતો કે તેણે એક વાર નહીં પરંતુ ચાર વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બોલીવુડ ડ્રગ્સ કેસમાં જાણીતી કોમેડિયન ભારતી સિંહની  NCBએ કરી ધરપકડ


જીવન જીવવાનું કર્યું નક્કી
અમિત સાધે Mens XPને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 'હું 16થી 18 વર્ષની ઉંમરે ઘણી વખત આત્મહત્યા કરવાનો વિચાર કરતો હતો, જેના કારણે મેં એકવાર નહીં પણ ચાર વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.' જ્યારે આત્મહત્યાના પ્રયાસમાં ત્રણ વાર નિષ્ફળ ગયેલા સાધનું મન જ્યારે ચોથી વાર મૃત્યુ પામવાનું વિચારતો હતો, ત્યારે તેણે નક્કી કર્યું કે હવે તે મનમાં આવી વસ્તુઓ લાવશે નહીં. આ પછી, તેનામાં ક્યારેય હાર ના માનવાની ભાવના જાગી ગઈ અને પછી તેણે પાછળ જોયું નહીં.


આ પણ વાંચો:- આવી ગયું સંજય દત્તની ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર, ધમાકેદાર છે અંદાજ


પીડામાંથી ઉભરવામાં લાગ્યા 20 વર્ષ
અમિતે વધુમાં કહ્યું કે, 'લોકો જેટલું વિચારે છે એટલી જલ્દી મને તાકાત અને સકારાત્મકતા નથી મળી. મને આ પીડામાંથી ઉભરવા માટે લગભગ 20 વર્ષ લાગ્યાં. હું સમજી ગયો કે આ અંત નથી. હું એક વાત ખૂબ સારી રીતે સમજી શક્યો કે જે દિવસે મને સકારાત્મક વિચારસરણી થઈ, મને સમજાયું કે જીવન એક ભેટ છે. હું ભાગ્યશાળી છું કે મને પ્રકાશ મળ્યો. '


આ પણ વાંચો:- કોમેડિયન Bharti Singh અને તેમના પતિને NCB એ કસ્ટડીમાં લીધા, બંને પર લાગ્યો આ આરોપ


આ ફિલ્મોમાં કામ કર્યું છે અમિત સાધે
અમિત સાધના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. તે છેલ્લે અભિષેક બચ્ચન સાથે 'Breathe into the shadows' અને સોની લિવની વેબ સિરીઝ 'અવરોધ'માં જોવા મળ્યો હતો. સાધે સુશાંતની ફિલ્મ 'Kai Po Che'થી ડેબ્યૂ કર્યું હતું. સલમાન ખાન સાથે તેણે સુલતાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અમિત ગુડ્ડુ રંગીલા, રનિંગ શાદી, સરકાર 3, સુપર 30, ગોલ્ડ જેવી વિવિધ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube