નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવાર પર એકવાર ફરી દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવાર સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના કઝિન (પિતરાઇ ભાઇ)ને તોફાની તત્વોએ ગોળી મારી દીધી છે. તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંતના સંબંધીઓ સાથે અકસ્માત
આ ઘટના બિહારના સહરસામાં તે સમયે સર્જાઇ હતી જ્યારે સુશાંતના કઝિન પોતના મિત્રો અને યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ (Rajkumar Singh) અને તેમના એક સહયોગી સાથે જઇ રહ્યા હતા. તે સમયે ત્યાં મોટરસાઇકલ પર સવાર કેટલાક બદમાશો આવ્યા અને ત્રણેય પર ગોળીઓ ચલાવી દીધી. આ ઘટના બાદ ત્રણેય લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ત્રણેયની હાલત ગંભીર છે. આ ઘટનાથી સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાં ખૌફનો માહોલ છે. 

WhatsApp માં એડ થયા નવા ફીચર, Group Admin ને મળશે નવા પાવર


ત્રણેય બદમાશોએ કર્યો હુમલો
મીડિયા રિપોર્ટસનું માનીએ તો રાજકુમાર સિંહ (Rajkumar Singh) દરરોજ આ રસ્તે મઘેપુરામાં પોતાના શો રૂમ જતા હતા. ઘટનાના દિવસે પણ આ ત્રણેય લોકો મધેપુરા જઇ રહ્યા હતા. ત્યારે બૈજનાથપુર ચોક પાસે એક મોટરસાઇકલ પર સવાર થઇને ત્રણ લોકો આવ્યા અને સુશાંતના કઝિન, રાજકુમાર અને તેમના મિત્રો પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના પાછળ શું કારણ હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 


સુશાંત કેસની તપાસ ચાલુ 
તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા પટનામાં રહે છે. તેમનો પરિવાર અને સંબંધીઓ મૂળ રૂપથી બિહારના રહેવાસી છે. અત્યાર સુધી દિવંગત અભિનેતાનો પરિવાર એક્ટર પુત્રના મોતનો કોયડો ઉકેલવાની લડાઇ રહ્યો છે. આ દરમિયાન તેમના પરિવારના નજીક સંબંધી પર હુમલો વધુ ચોંકાવનારો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. જોકે લાંબો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી સીબીઆઇએ આ કેસમાં કોઇ મોટો ખુલાસો કર્યો નથી. 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube