આપઘાતના થોડા દિવસ પહેલા સુશાંતે પોતાના પિતા સાથે શું વાત કરી? થયો ખુલાસો
સુશાંતના જવાથી મોટો ઝટકો તેના પિતા કેકે સિંહને લાગ્યો છે. સુશાંત ચાર બહેનોને એક ભાઈ હતી. તેના માતા અને બહેન બાદ હવે સુશાંતના મોતથી તેના પિતા તૂટી ગયા છે.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારથી બધા શોકમાં છે. પટનાથી આવેલ 34 વર્ષીય સુશાંત છેલ્લા ઘણા સમયથી પરેશાન હતો અને ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. તેના ગયા બાદ તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ દુખી છે. ફેન્સ પોતાના પ્રિય અભિનેતાને યાદ કરી રહ્યાં છે તો પોલીસ તેના મોતનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
સુશાંતના જવાથી મોટો ઝટકો તેના પિતા કેકે સિંહને લાગ્યો છે. સુશાંત ચાર બહેનોને એક ભાઈ હતી. તેના માતા અને બહેન બાદ હવે સુશાંતના મોતથી તેના પિતા તૂટી ગયા છે. સુશાંતના ઘરે સૌથી પહેલા તેની બહેન પહોંચી હતી. હવે સામે આવ્યું છે કે સુશાંતે પોતાના પિતા સાથે છેલ્લીવાર શું વાત કરી હતી.
સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
પિતા સાથે થઈ હતી છેલ્લી વાત
માહિતી મળી છે કે સુશાંતે પોતાના મોતના ત્રણ દિવસ પહેલા પટનાના પોતાના ઘરમાં કામ કરતી લક્ષ્મી દેવીનો ફોન કર્યો હતો. વાતચીતમાં તેણે મેડ લક્ષ્મીને પોતાના પિતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. સુશાંતે કહ્યુ હતુ કે, કોરોના વાયરસના આ સમયમાં પિતાનું વધુ ધ્યાન રાખવુ. આ સાથે સુશાંતે પિતા સાથે વાત કરતા તેમને કોરોનાના સમયમાં ઘરેથી બહાર ન નિકળવાનું કહ્યું હતું. તેવામાં કેકે સિંહ અને લક્ષ્મીને તે વાતનો અંદાજ નહતો કે સુશાંતની સાથે આ તેનો છેલ્લો કોલ હશે.
સુશાંતના મોતના સમાચાર બાદ તેના પિતાને દુખી છે. તે આજે પરિવારના અન્ય સભ્યોની સાથે પટનાથી મુંબઈ પહોંચી ગયા છે. તો મુંબઈની કૂપર હોસ્પિટલમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ થયું છે. આજે મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોનાને કારણે વધુ લોકો સામેલ થઈ શકશે નહીં. તેના પિતાની સાથે કેટલાક નજીકના સંબંધીઓ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube