નવી દિલ્હી: દેશના દરેક ભાગમાંથી સતત કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો પણ સતત તેની ઝપેટમાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેની કોએક્ટ્રેસ રહી ચૂકેલી અભિલાષા પાટિલનું કોરોનાના કારણે નિધન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતના ફેઝમાં ઘર પર કરાવી રહી હતી સારવાર
Zoom માં પ્રકાશિત એક અહેવાલ મુજબ અભિલાષા પાટિલ વારાણસીમાં પોતાની આગામી ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. તે જ્યારે મુંબઈ પાછી ફરી તો કોવિડનો ભોગ બની. શરૂઆતના લક્ષણો જોવા મળ્યા બાદ તેણે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શરૂઆતના ફેઝમાં અભિનેત્રી પોતાના ઘરે જ સારવાર હેઠળ હતી. 


શ્વાસ લેવામાં થઈ હતી સમસ્યા
ત્યારબાદ અચાનક અભિલાષા પાટિલને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જેના કારણે તેને આઈસીયુમાં દાખલ કરાઈ. મંગળવારે તેની તબિયત અચાનક બગડી અને રાતે નિધન થયું. અભિલાષાના નિધનથી મરાઠી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અભિનેત્રીના નીકટના લોકો  અને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 


આ ફિલ્મોમાં કર્યું કામ
અભિલાષા પાટિલ ફિલ્મ છીછોરેનો ભાગ હતી. આ અગાઉ પણ તે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે વરુણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી  દુલ્હનિયામાં પણ કામ કર્યું હતું. અક્ષયકુમારની ગુડ ન્યૂઝમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત મલાલમાં પણ કામ કર્યું હ તું. અભિનેત્રીએ અનેક બોલીવુડ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.