મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મનોરંજન જગત અને તેમના પ્રશાંસકો આ દુ:ખદ સમાચાર જાણીને સ્તબ્ધ રહી ગયાં. સુશાંતની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ કેસમાં તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. સુશાંત સિંહના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇના પવનહંસ સ્મશાન ઘાટ પર સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોડી રાતે આવ્યો જેમાં આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. ડોક્ટરોએ તેમના બોડીના વાઈટલ ઓર્ગન્સ વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. જ્યાં શરીરમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે ઝેરની હાજર અંગે જાણકારી મેળવવામાં આવશે. તેમના પિતા અને અન્ય પરિજનો પટણાથી મુંબઈ પહોંચ્યા છે. 


અંતિમ સંસ્કાર પહેલા કરાશે એક ખાસ પૂજા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર અગાઉ એક ખાસ પૂજા કરવામાં આવશે. જેને પંચક પૂજા કહે છે. ગરૂડ પુરાણ મુજબ જો કોઈનું મૃત્યુ પંચકમાં થાય તો તો તેની સાથે આ આફતા તેના પરિવારના પાંચ લોકો ઉપર પણ આવે છે. સુશાંતના પરિવારના નજીકના જ્યોતિષીએ પરિવારને જણાવ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ પંચક વિચરમાં થયું છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 11 જૂનથી થઈ છે. જે 16 જૂન સુધી રહેશે. પંચક પાંચ પ્રકારના હોય છે જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, અને ચોર પંચક સામેલ છે. 


સુશાંતસિંહ રાજપૂતની અણધારી વિદાય, Zee TVની આ સીરિયલથી બનાવી હતી અલગ ઓળખ


સૂત્રોના જણાવ્યાં મુજબ સુશાંતના ઘરમાં અકસ્માત સમયે તેમના ઉપરાંત અન્ય 4 લોકો હાજર હતાં. જેમાંથી બે તેમના રસોઈયા, એક હાઉસકિપિંગ સામેલ છે. સુશાંતે અડધી રાતે પોતાના એક મિત્રને ફોન કર્યો હતો પરંતુ તે મિત્ર સાથે વાત થઈ શકી નહતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube