મુંબઈઃ બોલીવુડના યંગ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (sushant singh rajput) દુનિયાને અલવિદા કરી દીધું છે. તો પોતાના જિવનમાં ઘણું કરવા ઈચ્છતો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું લિસ્ટ શેર કર્યું હતું જેમાં તેણે પોતાના સપના વિશે વાત કરી હતી. પટનાથી મુંબઈ સુધીની સફર કરી બોલીવુડ સ્ટાર બનનાર સુશાંતને પરંતુ એક ફિલ્મમાં કામ ન કરી શકવાનું હંમેશા દુખ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત શેખર કપૂરની સાથે ફિલ્મ પાનીમાં કામ કરવાનો હતો. આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એનાઉન્સ કરવામાં આવી પરંતુ યશરાજ બેનરે હાથ ખેંચી લેવાને કારણે ફિલ્મ સાઇડ પર રહી ગઈ હતી. રિપોર્ટસ હતા કે શેખર આ ફિલ્મ રિતીક રોષનની સાથે બનાવવા ઈચ્છતા હતા પરંતુ આશુતોષ ગોવારિકરની મોહનજોદારોને કારણે રિતીક આ ફિલ્મનો ભાગ ન બની શક્યો. આ સિવાય શેખરે આ ફિલ્મને કોઈ હોલીવુડ સ્ટારની સાથે બનાવવાનો પણ પ્લાન કર્યો પરંતુ અંતે તેમણે આ રોલ માટે સુશાંત સિંહ રાજપૂતને પસંદ કર્યો હતો. 


કંઇક આવી હતી સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ત્રણ કલાક, સવારે ઉઠ્યો તો બધુ બરાબર હતું  


ફિલ્મ પાની ન બનવાથી નિરાશ હતો સુશાંત
આ ફિલ્મને યશરાજના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવાની હતી. ફિલ્મ માટે સુશાંતે કેટલાક મહિના તૈયારીઓ પણ કરી હતી. શેખર કપૂરે પણ કહ્યુ હતુ કે સુશાંતે આ પ્રોજેક્ટ માટે ખુબ મહેનત કરી છે પરંતુ જ્યારે યશરાજે આ ફિલ્મ બનાવવાની ના પાડી દીધી તો બંન્ને એક્ટર-ડાયરેક્ટર ખુબ નિરાશ થયા હતા. 


અલવિદા સુશાંત: મોડી રાતે આવ્યો પોસ્ટરમોર્ટમ રિપોર્ટ, આજે મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર 


સુશાંતે જણાવ્યુ હતુ કે, તે ખુબ નિરાશ હતો પરંતુ તેણે આ અનુભવથી ઘણું બધુ શીખ્યું હતું. તેણે શેખર કપૂરની સાથે જુહૂના ઇસ્કોન ટેમ્પલની બહાર એક મોચીની સાથે કેટલોક સમય પણ પસાર કર્યો જેથી તેને વસ્તુને લઈ નવો દ્રષ્ટિકોણ મળ્યો હતો. સુશાંતનું માનવુ હતુ કે, કોઈએ તો આ ફિલ્મ બનાવવી જોઈએ કારણ કે આપણે જળ સંકટની ખુબ નજીક છીએ.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube