મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ તેમનો દરેક ફેન આધાતમાં જોવા મળી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી અને તેમના સુસાઇડના અલગ-અલગ કારણોને લઇને વાતો થવાનું શરૂ થઇ ગયું. તો બીજી તરફ પોલીસ પણ આ મામલે સખત તપાસમાં લાગી ગઇ છે. હવે મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના મામલે પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ જલદી જ 5 પ્રોડક્શન હાઉસ અને નિર્માતઓને બોલાવવાની સંભાવના વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસકર્તા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દ્વારા પહેલાં સાઇન કરવામાં આવેલી ફિલ્મોને પરત લેવાના કારણે પણ સમજવા માંગે છે. એ પણ ખબર પડી છે કે સુશાંતનો કેટલાક નિર્માતાઓ સાથે વિવાદ થયો હતો. 


સૂત્રોનો દાવો છે કે સુશાંત સિંહ રાજપૂત અને તેમના નજીકના મિત્રો સાથે કેટલાક મહત્વપૂર્ણ ટેકસ્ટ મેસેજનું આદાન-પ્રદાન થયું છે. પોલીસે આ મિત્રો સાથે પૂછપરછ કરી છે, જોકે તેમનું નિવેદન નોંધવાનું બાકી છે. 


હવે અત્યાર સુધી પોલીસે પાસવર્ડ સંરક્ષિત મોબાઇલ અને લેપટોપને અનલોક કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે જે ગત સમયમાં ડિલેટ કરવામાં આવેલા ડેટાને પુન: પ્રાપ્ત કરવા માટે એફએસએલને મોકલવામાં આવે છે. મુંબઇ પોલીસે અત્યાર સુધી 11 લોકોના નિવેદન દાખલ કર્યા છે, જેમાં તેમના પરિવાર અને મિત્રો પણ સામેલ છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube