મુંબઇ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Shushant Singh Rajput)ના મોત મામલે નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યાં આત્મહત્યાની વાત સામે આવી છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં તેના ડિપ્રેશનનો શિકાર બનવાની વાત પણ કહેવામાં આવી રહી છે. હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે ડિપ્રેશનના એંગલથી પણ તપાસ થવી જોઇએ. તેમણે ટ્વીટ કર્યું છે કે મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, વિલે પાર્લેમાં થયા અંતિમ સંસ્કાર


અનિલ દેશનુખે એક ટ્વીટમાં લખ્યું- જ્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે મીડિયામાં એવા સમાચાર છે કે, વ્યાવસાયિક પ્રતિદ્વંદ્વિતાના કારણે કથિત રીતથી તે ડિપ્રેશનનો શિકાર હતો. મુંબઇ પોલીસ આ મામલે પણ તપાસ કરશે.


આ પણ વાંચો:- Sushant Singh Rajput ના અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવશે આ ખાસ પૂજા


તમને જણાવી દઇએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. એક્ટરના આજે (15 જૂન) વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તે દરમિયાન સુશાંતના પિતા, ભાઈ અને ત્રણ બહેન હાજર હતી. સુશાંતને ઘણી બોલિવુડ હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સુશાંતના અંતિમ સંસ્કારમાં રાજકુમાર રાવ, ક્રિસ્ટલ ડિસૂઝા, વિવેક ઓબેરોય, પૂજા ચોપડા, શ્રદ્ધા કપૂર અને રણદીપ હુડ્ડા હાજર રહ્યાં હતા. આ ઉફરાંત ઉદિત નારાયણ, વરૂણ શર્મા, તાહિર રાજ ભસિન, તુષાર પાંડે, પ્રતિક બબ્બર, કૃતિ સેનન જેવા સ્ટાર પર હાજર રહ્યાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube