નવી દિલ્હી: બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. આ કેસમાં મુંબઇ પોલીસ લગભગ 40 લોકોને પૂછપરછ કરી છે, જેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. તો બીજી તરફ પટનામાં આ મામલે એફઆઇઆર નોંધ્યા બાદ હવે બિહાર પોલીસ પણ ખૂબ એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની પણ એક ટીમ મુંબઇમાં આ કેસની તપાસમાં લાગી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના રૂમ પાર્ટનર રહેલા સિદ્ધાર્થ પિઠાનીએ Zee News સાથે વાતચીતમાં જણાવ્યું છે કે જે દિવસ દિશા સાલિયાનના નિધનના સમાચાર આવ્યા હતા, તે દિવસે સુશાંત ખૂબ પરેશાન હતા. તેમણે જણાવ્યું કે જ્યારે દિશાના સમાચાર આવ્યા હતા ત્યારે ઘરમાં સુશાંત, તેમની બહેન અને બાકી લોકો, સ્ટાફ અને મિત્રો પણ હતા.


દિશાના સમાચાર આવતાં જ તે ગભરાઇ ગયો હતો, પછી મેં અને તેમની બહેને તેને પકડ્યો. તેને પાણી આપ્યું...તે રડી રહ્યો હતો. તે કોઇને ફોન કરી રહ્યો હતો. તેમણે મને રૂમમાં પોતાની સાથે રૂમમાં રહેવા બોલાવ્યો અને સતત તે મીડિયાને ટ્રેક કરી રહ્યો હતો કે મીડિયા તેના પર શું બોલી રહી છે. 


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube