નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક ડાયરી સામે આવી છે. તેને જોઇને એવું લાગે છે કે તે નિયમિત રીતે ડાયરી લખતા હતા. ZEE NEWS પાસે ડાયરીના કેટલાક પાના ઉપલબ્ધ છે. સાફ-સુથરી અંગ્રેજીમાં લખેલી ડાયરીના પાનામાં સુશાંત સિંહ રાજપૂતે એ વાત પર ભાર મુક્યો છે કે લોકો તેમને સમજે. તેમણે લખ્યું- 'હું ઇચ્છું છું કે લોકો મને સમજે'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ડાયરીમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ પોતાની 2020ની ભાવિ યોજનાઓને પણ બતાવી છે. તેમણે રીતસર પોતાને જરૂરિયાત N (Need), P એટલે કે પબ્લિક પ્રેજેંસ પર ઘણું બધુ લખ્યું છે. ઘણી જગ્યાઓ પર ફ્લો ચાર્ટ બનીને રીતસર તેમણે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 


આ સાથે જ એક અન્ય જગ્યાએ તેમણે આ વર્ષની પોતાની બોલીવુડ, હોલીવુડ અને કંપની વિશે લખ્યું. ફિલ્મોની સ્ક્રિપ્ટ વિશે લખ્યું કે કયા પ્રકારની સ્ક્રિપ્ટને મહત્વ આપવું જોઇએ. દર્શકોમાં સીન પ્રભાવ પાડવા માટે શું ઉપાય કરવા જોઇએ અને તે પોતે તેને લઇને કયા પ્રકારની તૈયારી કરશે? આ વાતોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. 


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની કેસની તપાસ વચ્ચે પરિવારે 9 પાનની એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે દરેક શબ્દ પરિવારને વિખરેરવા, તોડવાની કહાણી રજૂ કરે છે, પરિવારની ચિઠ્ઠીનો દરેક શબ્દ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય માંગી રહ્યો છે. પરિવારની ચિઠ્ઠીનો દરેક શબ્દ ઘણા કાવતરાઓ તરફ ઇશારો કરે છે. પરિવારની ચિઠ્ઠીની શરૂઆત એક શેર સાથે કરવામાં આવી છે.


આ સાથે જ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારજનોએ ચિઠ્ઠી દ્વારા એ આરોપ લગાવ્યો છે કે સુશાંતને ન્યાયના બદલે તેમના પર ચોતરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube