નવી દિલ્હી: બોલીવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતને આજે 2 મહિના ઉપર થયા છે. પરંતુ અત્યાર સુધીમાં તે વાત સ્પષ્ટ થઇ નથી કે, આખરે સુશાંતે પોતાનો જીવ કેમ આપ્યો? આ મામલે મુંબઇ પોલીસ આપઘાતનો દિવસ એટલે કે, 14 જૂનથી જ તપાસ કરી રહી હતી. ત્યારબાદ બિહાર પોલીસે પણ આ મામલે તપાસ કરી, પરંતુ હવે આ કેસ સીબીઆઇ પાસે છે. સીબીઆઇએ આજે (શુક્રવાર)થી સુશાંત આપઘાત કેસની તપાસ શરૂ કરી છે. ત્યારે આ વચ્ચે 14 જૂનના સુશાંતના આપઘાત કર્યા બાદ જે Key Makerએ તેના ઘરનો દરવાજો ખોલ્યો હતો, તેણે Zee News સાથે વાત કરતા મોટો ખુલાસો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Suicide Case: જાણો રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની ક્યારથી થઇ રહી છે મુલાકાત?


Key Makerએ જણાવી 14 જૂનની સંપૂર્ણ વાત
Key Makerએ જણાવ્યું કે, 14 જૂનના 1 વાગે 5 મિનિટ પર મને ઘરનું લોક ખોલવા માટે સિદ્ધાર્થ પિઠાનીનો ફોન આવ્યો હતો. મેં તેમને લોકનો ફોટો વોટ્સઅપ કરવા કહ્યું હતું. તેમણે ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ હું તેમના ઘરે ગયો અને મારા સાધનો કાઢી લોક ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમણે લોક તોડવા માટે કહ્યું. મેં લોક તોડ્યું. જ્યારે હું હથોડીથી લોક તોડી રહ્યો હતો ત્યારે ત્યાં ઉભેલા લોકોએ મને કહ્યું કે, જો અંદરથી અવાજ આવે તો લોક તોડવાનું કામ બંધ કરી દે.


આ પણ વાંચો:- CBIના ગેસ્ટ હાઉસ પહોંચ્યા Rhea Chakrabortyનો ભાઇ અને સુશાંતના કુક નીરજ


લોક તોડ્યા બાદ લીધા હતા 2000 રૂપિયા
Key Makerએ વધુમાં કહ્યું કે, તે કોમ્પ્યુટરાઇઝડ લોક હતું, લોક તોડ્યા બાદ મેં 2000 રૂપિયા લીધા હતા. મને એક કલાક બાદ ખબર પડી કે તે સુશાંત સિંહ રાજપૂતનું ઘર હતું. એક કલાક બાદ જ્યારે હું ત્યાં ગયો, તો તેમની બહેન પણ ત્યાં હાજર હતી. મને સીબીઆઇમાંથી કોલ આવ્યો નથી. આવશે તો હું સહયોગ કરીશ. મુંબઇ પોલીસે મારું નિવદેન લીધું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર