5 વર્ષ પહેલા જ સુશાંતને થયો હતો નેપોટિઝમનો અનુભવ, કંગનાની ટીમે આપ્યા પુરાવા
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.
નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.
આ પણ વાંચો:- 'Krrish 4' ઋત્વિક રોશનના 4 પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો, કહી આ વાત
સુશાંતના આપઘાત બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પણ શરૂઆતથી ઇન્ડસ્ટ્રીઝ પર આરોપ લગાવી રહી છે કે, સુશાંતના મોતનું કારણ ઇન્ડસ્ટ્રીઝમાં ભાઇ-ભત્રીજાવાદ જ છે અને હવે તેના નિવેદનને યોગ્ય સાબિત કરવા માટે કંગનાની ટીમે સુશાંતની વર્ષ 2015માં કરેલી એક પોસ્ટને શોધી છે જેમાં સ્વ. એક્ટરે નેપોટિઝમને લઇને પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.
આ પણ વાંચો:- 'મિર્ઝાપુર'ની બીજી સિઝનની તૈયારીઓ શરૂ, Ali Fazal આ અંદાજમાં કર્યું ડબિંગ
પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...
ઉલ્લેખનીય છે કે, કંગના પહેલા પણ નેપોટિઝમની સામે અવાજ ઉઠાવતી રહી છે પરંતુ સુશાંતના મોત બાદથી તે એકવાર ફરીથી ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહી છે અને આ મામલે પોતાની વાત જણાવી રહી છે. કંગના બોલિવુડ સેલિબ્રિટી પર ઉગ્રતાથી નિવેદનો આપી રહી છે. કંગના સહિત ઘણા લોકો સતત સુશાંતના આપઘાત મામલે સીબીઆઇ તપાસની માગ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube