સુશાંત કેસઃ ભાઈ શોવિકના આ નિવેદનથી વધી રિયાની મુશ્કેલી, થઈ શકે છે ધરપકડ
રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાન્ડાની ધરપકડ કરી લેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલાની તપાસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau) એ શુક્રવારે દિવસભરની પૂછપરછ બાદ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સ સૈમુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી.
આજે થઈ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ
સૂત્રો પ્રમાણે, આજે રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે, કારણ કે એનસીબીની સામે આપવામાં આવેલ નિવેદન કોર્ટની સામે આપવામાં આવેલા નિવેદન બરાબર હોય છે.
શોવિકનું આ નિવેદન બની શકે છે રિયાની ધરપકડનું કારણ
પૂછપરછ દરમિયાન NCBએ શોવિક અને સૈમુઅલને ડ્રગ્સ ચેટના પૂરાવા દેખાડ્યા હતા. સૂત્રો પ્રમાણે એનસીબીની પૂછપરછમાં સૈમુ્લ મિરાન્ડાએ કહ્યુ કે, તેણે શોવિકના કહેવા પર ડ્રગ્સ ડીલર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું, જ્યારે શોવિક ચક્રવર્તીએ નિવેદન આપ્યું કે, તેણે રિયાના કહેવા પર સૈમુઅલને ડ્રગ્સ લાવવાનું કહ્યું, એટલે કે રિયા માટે શોવિકનું આ નિવેદન તેની ધરપકડનું કારણ બની શકે છે.
હવે PUBG ભૂલી જાવ, અક્ષય કુમાર લાવી રહ્યા છે નવી એક્શન ગેમ FAU-G
મોડી રાત્રે દીપેશ સાવંતની પણ થઈ પૂછપરછ
તો મોડી રાત્રે એનસીબીએ સુશાંતના સ્ટાફ દીપેશ સાવંતને પણ ઓફિસ પૂછપરછ માટે બોલાવ્યો હતો. શોવિક અને સૈમુઅલને આજે એનસીબી કોર્ટમાં રજૂ કરશે અને બંન્નેના રિમાન્ડની માગ કરી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube