નવી દિલ્હી : આજે બોલિવૂડ સ્ટાર સુસ્મિતા સેનનો જન્મદિવસ છે અને ઇન્કમ ટેક્સને લગતા વિવાદોનો ઉકેલ લાવનાર ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલે (આઇટીએટી) હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ સુસ્મિતા સેનને મોટી રાહત આપી છે. એક આદેશ પ્રમાણે હવે સુસ્મિતાને યૌન ઉત્પીડનની ફરિયાદ બદલ મળેલી સેટલમેન્ટની રકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. સુસ્મિતાએ કોકા કોલા કંપનીના એક કર્મચારી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સેટલમેન્ટ તરીકે સુસ્મિતાને 2003-04 દરમિયાન 95 લાખ રૂ. મળ્યા હતા. સુસ્મિતાએ આ રકમ પર ટેક્સ ન ભર્યો જેના કારણે વિવાદ ઉભો થતા મામલો અપેલેટ ટ્રિબ્યુનલ પાસે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે આ મામલામાં સુસ્મિતાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇટીએટીએ પોતાના 14 નવેમ્બરના આદેશમાં કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ કમાણી પર લાગે છે અને સુસ્મિતાને મળેલા પૈસા તેની કમાણી નહીં પણ CAPITAL RECEIPT છે. 


બાળકો પર બનાવેલી ‘ઉડને દો’નું ટ્રેલર તમારા હૃદયના ધબકારા વધારી દેશે તે નક્કી


આ ઘટનાની વિગતો જોઈએ તો સુસ્મિતાએ કોકા કોલા ઇન્ડિયા સાથે એની પ્રોડક્ટના પ્રચાર અને પ્રસાર માટે 1.45 કરોડ રૂપિયાનો એક કમર્શિયલ કોન્ટ્રાક્ટ કર્યો હતો. જોકે આ કોન્ટ્રાક્ટને કંપનીએ સમય પહેલાં જ પુરો કરી દીધો હતો કારણ કે એક વિવાદ થયો હતો. સુસ્મિતાનો આરોપ છે કે તેણે કંપનીના એક કર્મચારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને એટલે તેને આ સજા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ મિસ યુનિવર્સે કોકા કોલા અને અમેરિકન પાર્ટનર્સ પાસે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી સુસ્મિતા અને કોકા કોલા વચ્ચે સમાધાન થયું હતું. 


#MeToo મામલે પ્રીતિ ઝિંટા આપ્યું એવું નિવેદન કે સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ


સુસ્મિતા અને કંપની વચ્ચે સમય પહેલાં કોન્ટ્રાક્ટ પુરો કરવાના મામલામાં સુસ્મિતાને કંપની તરફથી 50 લાખ રૂ.ની રકમ મળી હતી. આ મામલામાં થયેલા સમાધાનની શરત પ્રમાણે સુસ્મિતાને 1.45 કરોડ રૂ. મળ્યા હતા. જોકે સુસ્મિતાએ માત્ર 50 લાખ રૂ.ની રકમ પર ઇન્કમ ટેક્સ ભરવાની તૈયારી બતાવી હતી જેના પગલે મામલો ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...