મુંબઈ : બોલિવૂડમાં એક પછી એક નવા નામ#Me Tooની ચર્ચામાં સામે આવી રહ્યા છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સૌથી પહેલાં આરોપ લગાવ્યો હતો અને હવે આલોક નાથ તેજ સુભાષ ઘાઈ જેવા સિનિયર્સ નામ પણ ઉત્પીડનના આરોપમાં આવ્યા છે. આ મામલામાં ઇન્ડસ્ટ્રીના તમામ લોકો પોતપોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે આ મામલે પૂર્વ મિસ યુનિવર્સ તેમજ એક્ટ્રેસ સુસ્મિતા સેને પોતાનો મત વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને જણાવ્યું છે કે યૌન ઉત્પીડન સામે 'મીટૂ' અભિયાન ત્યારે જ કામ કરશે જ્યારે લોકો પીડિતની અવાજ સાંભળશે. સુસ્મિતા સેન સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. સુસ્મિતાએ કહ્યું છે કે ભલે આ અભિયાન પશ્ચિમના દેશોમાંથી આવ્યું છે પણ એનો મતલબ એ નથી કે એની અવગણના કરવામાં આવે. મહિલાઓ આગળ આવીને શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહી છે એ જાણીને સારું લાગી રહ્યું છે. 


સુસ્મિતાએ રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ફેશન વિકમાં શો સ્ટોપર તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સુસ્મિતાએ કહ્યું છે કે 'સમાજનો હિસ્સો હોવાના કારણે લોકોએ પીડિતોની વાત સાંભળવી જોઈએ અને એની અવગણના કરવાને બદલે યોગ્ય પગલાં લેવા માટે પ્રેરણા આપવી જોઈએ. આપણે જ્યારે પીડિતોની વાત સાંભળવાની શરૂઆત કરીશું ત્યારે જ આ અભિયાન કામ કરશે.'


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...