OTT Actors: OTT પ્લેટફોર્મે કલાકારો માટે નવા દરવાજા ખોલ્યા છે. ઘણા કલાકારો કે જેઓ ફિલ્મોમાં અભિનય નથી કરી શક્યા અથવા જેમણે ફિલ્મોને વિદાય આપી તેમને વેબસિરીઝ અને OTT ઓરીજીનલ ફિલ્મોમાં કામ મળ્યું અને કિંમત પણ. તેનું નસીબ ચમક્યું અને આજે તે ફરી એકવાર લોકપ્રિયતાની રેસમાં છે. ઓટીટીએ એક્ટ્રેસીસની સ્થિતિ પણ બદલી છે. આજે હિરોઈન બેસ્ડ સ્ટોરીઝ ધરાવતી વેબ સિરીઝ અને ફિલ્મોની સંખ્યા વધી છે. આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, રવીના ટંડનથી લઈને સોનાક્ષી સિંહા સુધી, બોલીવુડમાં કામ કરતી અભિનેત્રીઓ હવે OTT પર પણ આવી રહી છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ નિયમિતપણે OTT કન્ટેન્ટમાં જોવા મળી રહી છે અને તેમની માંગ છે. Siasat પોર્ટલ અનુસાર, OTT પ્લેટફોર્મની ટોચની 5 સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધિકા આપ્ટે: રાધિકા આપ્ટેએ OTT સ્પેસમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. સેક્રેડ ગેમ્સ અને ગોહુલ જેવી સિરીઝમાં તેનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. તે છેલ્લે G5 પર મિસિસ અન્ડરકવર ફિલ્મમાં જોવા મળી હતી. રાધિકા OTT પર એક પ્રોજેક્ટ માટે 4 કરોડ રૂપિયા લે છે.


આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો 
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!


સુષ્મિતા સેનઃ સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યાએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ ક્રાઈમ થ્રિલરની બે સિઝન આવી ચૂકી છે અને ત્રીજી આ વર્ષે રિલીઝ થશે. OTT પર સુષ્મિતાની માંગ છે. તેની ફિલ્મ તાલી JioCinema પર આવવા માટે તૈયાર છે. OTT પર સુષ્મિતાની ફી 2 કરોડ રૂપિયા પ્રતિ પ્રોજેક્ટ છે.


પ્રિયામણીઃ ધ ફેમિલી મેનએ સાઉથની અભિનેત્રી પ્રિયામણીને હિન્દી દર્શકોમાં ઘણી લોકપ્રિયતા અપાવી હતી. આ સીરીઝની ત્રીજી સીઝન તૈયાર થઈ રહી છે. એવું અનુમાન છે કે તે 2024 માં રિલીઝ થશે. પ્રિયામણિ આ વર્ષે અજય દેવગનની 'મેદાન' અને શાહરૂખ ખાનની 'જવાન'માં જોવા મળશે. OTT પર તેની ફી પ્રતિ એપિસોડ 10 લાખ રૂપિયા છે.


સામંથા રૂથ પ્રભુ: દક્ષિણની જાણીતી અભિનેત્રી સામંથા (સમન્થા રૂથ પ્રભુ) એ OTT પર ધ ફેમિલી મેનની સીઝન 2 સાથે શાનદાર ડેબ્યુ કર્યું હતું. ફિલ્મોમાં પણ તેની ડિમાન્ડ બરકરાર છે. આવતા વર્ષે, તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર વરુણ ધવનની સામે સિટાડેલના ઇન્ડિયન વર્જનમાં જોવા મળશે. OTT પર તેની ફી પ્રતિ એપિસોડ આઠ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.


ગૌહર ખાનઃ ફિલ્મો અને ટીવી પછી ગૌહર ખાને વેબ સ્પેસમાં પોતાનું સ્થાન બનાવ્યું. તાંડવ અને બેસ્ટ સેલર જેવા શોમાં તેના પાત્રો ખુબ  રસપ્રદ હતા. સોહાલમાં જ માતા બન્યા બાદ ગૌહર ફરી કામ પર પરત ફરવા માટે તૈયાર છે. OTT પર તેની ફી પ્રતિ એપિસોડ ત્રણ લાખ રૂપિયા છે.


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube