Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Anushka Sharma Cannes 2023: અનુષ્કા શર્માએ આખરે 76મા કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું. કાન્સ ફેસ્ટિવલના પહેલા દિવસથી લઈને છેલ્લી સાંજ સુધી દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અનુષ્કા શર્મા કાન્સમાં જોવા મળશે અને હવે તે ક્ષણ આવી ગઈ છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
અનુષ્કા શર્માએ કાન્સ ફેસ્ટિવલ 2023માં વ્હાઇટ ઓફ-શોલ્ડર સ્ટાઇલિશ ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું..
અનુષ્કા શર્માનો કાન્સ આઉટફિટ ખૂબ જ સુંદર હતો. અનુષ્કાએ સ્ટાઈલિશ અંદાજમાં કોન્ફિડન્સ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું.
અનુષ્કા શર્માએ કોઈપણ વધારાની એક્સેસરીઝ વગર પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. અનુષ્કાએ તેના વાળને બનમાં સ્ટાઈલ કર્યા હતા.
અનુષ્કા શર્માના કાન્સ ડેબ્યુની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેન્સ 2023માં સિનેમામાં મહિલાઓનું સન્માન કરતી ઇવેન્ટ માટે એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કર્યું.
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'કલા'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. રિપોર્ટ્સનું માનીએ તો હવે ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે.
Trending Photos