નવી દિલ્હી: બોલીવુડની જાણિતી હસ્તીઓ મોટાભાગે જ જાહેરસ્થળ પર બોડીગાર્ડ્સથી ઘેરાયેલા રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે બોડીગાર્ડ્સ સાથે હોવાથી સેફ છે. જોકે, એવું ઘણીવાર થયું છે કે જ્યારે બોલીવુડ અભિનેત્રીને ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો. મિસ યુનિવર્સ રહી ચૂકેલા સુષ્મિતા સેને તાજેતરમાં જ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે એક ઇવેન્ટમાં જણાવ્યું કે તે સમયે તે હૈરાન રહી ગઇ જ્યારે એક 15 વર્ષના છોકરાએ તેમની સાથે ગેરવર્તણૂંક કરતાં તેને રંગે હાથ ઝડપ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખની પુત્રી સુહાના થઇ 18 વર્ષની, ગૌરીખાને Share કર્યા Photo


સુષ્મિતા સેને આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે ઘણીવાર લોકો વિચારે છે કે હંમેશા અમે બોડીગાર્ડથી કેમ ઘેરાયેલા રહીએ છીએ અને એટલા માટે અમારે ખરાબ અનુભવોનો સામનો કરવો નહી પડતો હોય. અમારી આસપાસ 10 બોડીગાર્ડ હોય છે પરંતુ તેમછતાં અમારે 100 પુરૂષોની ભીડમાં ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે. સુષ્મિતા સેને પોતાની સાથે 6 મહિના થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 6 મહિના પહેલાં એક એવોર્ડ શોમાં એક બાળકે મારી સાથે ખરાબ હરકત કરી. તેને લાગ્યું કે ભીડ વધુ છે અને એટલા માટે મને ખબર નહી પડે પરંતુ તે ખોટો હતો. મે તેને પાછળથી તેનો હાથ પકડી લીધો પરંતુ તેને જોઇને હું હેરાન રહી ગઇ કારણ કે તે 15 વર્ષનો હતો.

સલમાને આપ્યું એવું નિવેદન જે જાણીને કેટરિનાને લાગી શકે છે જબરદસ્ત ખરાબ ! 


સુષ્મિતા સેને આગળ કહ્યું કે મેં તેની ગરદન પકડી અને તેને પોતાની સાથે ચાલવા દીધો. આ સાથે મેં તેને કહ્યું કે જો હું બૂમ પાડીશ અને હોબાળો મચાતી તો તેનો જીવ જતો રહેશે. શરૂઆતમાં જ્યારે મેં તેને પૂછ્યું તો તેને પોતાની ન ભૂલ સ્વિકારી પરંતુ જ્યારે મેં તેને ભારપૂર્વક કહ્યું તો તેને પોતાની ભૂલ સ્વિકારી અને મારી માફી માંગી. મે તેના વિરૂદ્ધ કોઇ પગલાં ભર્યા નહી કારણ કે હું સમજું છું કે તે બાળકને ખબર નથી કે આ પ્રકારની હરકત એક ગુનો છે ના કોઇ મનોરંજન.



અત્રે ઉલ્લેખનીય છે કે 21 મે 1994ના રોજ તેમને મિસ યુનિવર્સના તાઝથી નવાજવામાં આવી હતી અને કાલે તેમને 24 વર્ષ પુરા કર્યા આ અવસર પર તેમને પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.


આ પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું કે હું બસ 18 વર્ષની હતી જ્યારે મેં મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો અને હવે હું 42 વર્ષની છું. આજે પણ મિસ છું તે પણ પોતાની અંદરની એક દુનિયા સાથે. વર્ષો થયા હોવાછતાં મારી જીંદગીમાં કંઇ બદલાયું નથી. તમારા બધા દ્વારા મોકલેલી ભેટ, કાર્ડ્સ અને લેટર્સ માટે ધન્યવાદ.