Swara Bhaskar-Fahad Ahmed: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા રાહુલ ગાંધી, ફોટોઝ થયા વાયરલ
Swara Bhaskar-Fahad Ahmed wedding reception: સ્વરા ભાસ્કર અને ફહાદનું વેડિંગ રિસેપ્શન ગુરુવારે રોયલ સ્ટાઇલમાં યોજાયું હતું. જ્યાં અભિનેતાઓથી લઈને રાજકારણીઓનો મેળો જામ્યો હતો. 16 માર્ચે યોજાયેલા આ રિસેપ્શનમાં રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, જયા બચ્ચન, અખિલેશ યાદવ સહિત અનેક હસ્તીઓ કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
Swara Bhaskar-Fahad Ahmed wedding reception: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે થોડા દિવસ પહેલા લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. જે બાદ હવે તેણે પરંપરાગત રીતે વિધિ કરી અને 16 માર્ચ 2023ના રોજ તેણે લગ્નનું રિસેપ્શન આપ્યું. સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના રિસેપ્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, શશિ થરૂરથી લઈને જયા બચ્ચન સુધીની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
પેપરાઝીને આપ્યા શાનદાર પોઝ
ગયા ગુરુવારે સ્વરા ભાસ્કરે મિત્રો અને નજીકના લોકોને શાહી શૈલીમાં રિસેપ્શન આપ્યું હતું. અભિનેત્રી પતિનો હાથ પકડીને પેપરાઝી સામે આવી. કપલે ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા હતા. આ દરમિયાન સ્વરા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ પણ વાંચો
અંતરિક્ષમાં જવું હોય તો 6 કરોડ ખર્ચો, ઈસરોના પ્રમુખે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, દાંત થઈ જશે સફેદ
તે જ સમયે, ફહાદે શેરવાની પહેરી હતી. ફોટો સેશન દરમિયાન સ્વરાના માતા-પિતા પણ સાથે જોવા મળ્યા હતા.
સ્વરા ભાસ્કરના લગ્નની પાર્ટી દિલ્હીમાં તેના દાદાના ફાર્મહાઉસમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસના દાદાની ઈચ્છા તેમના ઘરેથી પૌત્રીના લગ્ન કરાવવાની હતી.
નાનાની ઈચ્છા પૂરી કરવા સ્વરા અને ફહાદ ખુશીથી સંમત થયા અને ફંક્શન ત્યાં જ રાખ્યું હતું.
રાજકારણીઓનો મેળો
સ્વરા ભાસ્કરના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સની સાથે ઘણા રાજનેતાઓ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, જયા બચ્ચન, શશિ થરૂર, વૃંદા કરાર જેવા લોકો પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું
અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube