યાત્રાધામ અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?
બાજીના મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરાયા બાદ 15 દિવસ પછી ફરી એકવાર મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મંદિરના પ્રસાદી ગૃહમાં આજે મોહનથાળના 10 ઘાણ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરાયા બાદ 15 દિવસ પછી ફરી એકવાર મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મંદિરના પ્રસાદી ગૃહમાં આજે મોહનથાળના 10 ઘાણ બનાવવાની સૂચના આપવામાં આવી છે, આજ સાંજ સુધીમાં 3250 કિલો મોહનથાળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.
પ્રસાદના એક ઘાણમાં 100 કીલો બેસનનો કકપરો લોટ, 75 કીલો શુદ્ધ ઘી, 150 કિલો ખાંડ, 17.500 લીટર દૂધ અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે શુદ્ધતા ને સ્વચ્છતા સાથે કોવીડ ની ગાઇડલાઇન પ્રમાણેઆપ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામ પ્રસાદ બનાવ્યા બાદ સાંજે પેકીગ કરવામાં આવશે.
જેમાં 100 ગ્રામના 32000 જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે અને મંદિર ટ્રસ્ટના પ્રસાદી કેન્દ્ર ઉપર યાત્રિકોને વિતરણ કરવામાં આવશે, આ મોહનથાળનો પ્રસાદ શ્રદ્ધાળુઓને આવતીકાલ મંદિરના પ્રસાદ કેન્દ્ર ઉપરથી મેળવી શકશે. જોકે મંદિરની ગાદી ઉપર આ મોહનથાળનો પ્રસાદ ગઈકાલથી જ વેચાણમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો.
અંબાજીના મંદિર સાથે મોહનથાળનો પ્રસાદ જોડાયેલો છે. મોહનથાળમાં ચણાનો લોટ (બેસન), ખાંડ, ઘી, દૂધ અને એલચી એ મુખ્ય સામગ્રી હોય છે. લગભગ આવી જ સામગ્રીથી મગસ, મૈસૂરપાક, બેસનના લાડુ વગેરે જેવાં મિષ્ઠાન બને છે, પરંતુ બનાવવાની વિધિ અને પીરસતી વખતે તેના સ્વરૂપ વગેરેના આધારે તેને અલગ-અલગ નામ મળે છે. અંબાજીમાં પ્રસાદ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલી વ્યક્તિએ અગાઉ જણાવ્યું હતું કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં ઘી, ખાંડ અને બેસનનું પ્રમાણ અનુક્રમે 3:6:4 હોય છે. શરૂઆતમાં બેસન સાથે દૂધ અને ઘી ભેળવવામાં આવે છે, જેના માટે 'ધાબું દેવું' એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ પછી લોટને ધીમા તાપે બદામી રંગનો થવા દેવામાં આવે છે. એ પછી સામાન્ય વિધિ મુજબ જ મોહનથાળ બનાવવામાં આવે છે.
અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પૅકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું FSSAI (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે. મોહનથાળના પૅકેટ પર બનાવટની તારીખ ટાંકવામાં નથી આવતી, પરંતુ લખવામાં આવેલી સૂચના પ્રમાણે, 'ખરીદ કર્યાથી આઠ દિવસ'ની અંદર તેનો ઉપયોગ કરી લેવાનો રહે છે. તેના સીધા સૂર્યપ્રકાશ, ગરમીથી દૂર રાખવા તથા સૂકી અને ઠંડી જગ્યાએ રાખવાની સૂચના લખવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે