Swara Bhasker Accused Shahrukh Khan: સ્વરા ભાસ્કર એક એવી અભિનેત્રી છે . જે એકદમ બિન્દાસ રીતે પોતાની દિલની વાત રજૂ કરે છે. તે લોકોની ચિંતા કર્યા વિના પોતાની વાતને રજૂ કરે છે. અભિનેત્રીની ફિલ્મો કરતાં તેના નિવેદનો ચર્ચામાં રહે છે. એકવાર ફરી સ્વરાએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે તે ચર્ચામાં આવી ગઇ છે, આ વખતે તો તેમણે શાહરૂખ ખાન પર મોટો આરોપ લગાવી દીધો છે. સ્વરાએ એક ઇન્ટરવ્યુંમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) પર આરોપ લગાવ્યો છે કે એક્ટરે તેમની લવલાઇફ બરબાદ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વરા ભાસ્કરનો આરોપ
મિડડે સાથે વાતચીત દરમિયના સ્વરા ભાસ્કરે કહ્યું કે 'હું આદિત્ય ચોપડા સર અને શાહરૂખ ખાનને મારી લવ લાઇફ બરબાદ કરવા માટે જવાબદાર ગણું છું. મેં નાનપણમાં શાહરૂખની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં' જોઇ હતી અને ત્યારથી હું તે 'રાજ' ની શોધ કરી રહી છું, જે બિલકુલ શાહરૂખ જેવો દેખાતો હોય પરંતુ 'રાજ' હોય. મને એ વાત સમજવામાં ઘણા વર્ષો લાગી ગયા કે અસલ જીંદગીમાં કોઇ 'રાજ' છે જ નહી. એટલા માટે મને લાગે છે કે હું રિલેશનશિપ્સમાં ખૂબ સારી નથી. તેમણે એ પણ કહ્યું કે સિંગલ લાઇફ કઠીન છે અને પાર્ટનર શોધવો કચરો ફિલ્ટર કરવા જેવું છે. 

Akshay-Priyanka નું 18 વર્ષ જુનૂં ગીત જોઇ ફેન્સ થયા બેકાબૂ, અહીં જુઓ Video


સ્વરાની ફિલ્મો
તમને જણાવી દઇએ કે સ્વરા ભાસ્કર જલદી જ ફિલ્મ 'જહાં ચાર યાર' માં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ ઇન્ટરવ્યુંમાં આ વાત કહી. તો બીજી તરફ 'જહાં ચાર યાર' ની વાત કરીએ તો આ ફિલ્મમાં સ્વરા ઉપરાંત અભિનેત્રી પૂજા ચોપડા, શિખા તલસાનિયા અને મેહર વિજ પન લીડ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં ચાર મહિલા મિત્રોની વાર્તા દર્શાવવામાં આવશે. વુમન સેંટ્રિક ફિલ્મ 16 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. 

Kiss કરતી વખતે કેમ આંખો બંધ કરી લે છે છોકરીઓ? તમને પણ જવાબ જાણવામાં પડશે રસ


'વીરે દી વેડિંગ' માં જોવા મળી હતી
આ ઉપરાંત સ્વરા ભાસ્કર ફિલમ 'મિસિસ ફલાણી' માં મુખ્ય પાત્ર ભજવશે. સ્વરા છેલ્લે આ વર્ષ 2018 માં ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સ્વરા સાથે અભિનેત્રી કરીના કપૂર, સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube