નવી દિલ્હી: બોલીવુડ હસીનાઓ તેમના ઘરમાંથી નીકળતા જ કેમેરામાં કેદ થઈ જાય છે. ત્યારબાદ તેમના લુક્સ, ડ્રેસ અને ફેશન સ્ટેટમેન્ટ ચર્ચાઓમાં આવે છે. હવે કંઇક એવું જ થઈ રહ્યું છે અભિનેત્રી દિવ્યા ખોલસા કુમાર સાથે. દિવ્યા હાલમાં જ મુંબઇમાં ભર બપોરે ઘરથી લંચ માટે નીકળી અને આ દરમિયાન તેને પાપારાઝીએ સ્પોટ કરી અને હવે સોશિયલ મીડિયા પર તેનો લુક છવાયો છે.


સ્ટ્રેપી મેક્સીમાં દેખાળ્યો સ્ટાઇલિશ અંદાજ
દિવ્યા ખોસલા કુમાર આ દરમિયાન વ્હાઈટ કલરની સ્ટ્રેપી મેક્સી ડ્રેસમાં ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી. એક્ટ્રેસની આ ડ્રેસ ટોક ઓફ ધ ટાઉન બની હતી. દિવ્યા જ્યારે સામે દેખાઈ ત્યારે તે આખી એક ડ્રેસ લાગી રહી હતી પંરતુ જ્યારે કેમેરો તેની પાછળની તરફ આવ્યો તો તે સ્કર્ટ ટોપ લુક દેખાયો. જો કે, તમને જણાવી દઈએ કે દિવ્યાનો આ ટૂ પીસ નહીં પરંતુ વન પીસ ડ્રેસ છે. જે ઉપરથી બ્રાલેટ અને નીચેથી મેક્સી લુકમાં છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube