નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર જ્યારે પણ પોતાનો ન જોયેલો અથવા બાળપણનો ફોટો શેર કરે છે, તેમના ફેન્સ આ ફોટાને જોરદાર વાયરલ કરી દે છે. હવે અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu) એ એક એવો જ ફોટો શેર કર્યો છે. જેને જોઇને દરેક આશ્વર્યમાં છે. કારણ કે આ ફોટામાં તાપસી સ્કૂલ ડ્રેસમાં બે ચોટલામાં જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે જે કેપ્શન લખી છે તે પણ બધાને આકર્ષિત કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળપણથી દોડમાં છે આગળ
તાપસી પન્નૂ (Taapsee Pannu) એ ઇંસ્ટાગ્રામ પર પોતાના સ્કૂલના દિવસોનો આ ફોટો શેર કર્યો છે. ફોટામાં તાપસી પન્નૂ (Taapsee Pannu) સ્કૂલ યૂનિફોર્મમાં જોવા મળી રહી છે. તેમનો આ ક્યૂટ અંદાજ તેમના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. આ ફોટામાં જોઇ શકાય છે કે તે સ્કૂલમાં સ્પોર્ટ્સ સ્પર્ધામાં ફર્સ્ટ આવી છે. તેમના ચહેરા પર આ જીતની ચમક પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે 'ખૂબ જ ઝડપી દોડે છે...બાળપણથી.'

લંબાઇ માપી રહેલા છોકરાના ગુપ્તાંગમાં ફસાઇ ગયો USB કેબલ, નિકાળવા જતાં લોહીની ધારા છૂટી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube