નવી દિલ્હી: વિચારો જો તમારું વિજળીનું બિલ હંમેશાની તુલનામાં ઘણું બધુ આવી જાય. અથવા ફ્લેટનું બિલ 36 હજાર રૂપિયા આવી જાય તો કેટલો જોરદાર આંચકો લાગશે. વિજળીનું બિલ જોઈને ફક્ત સામાન્ય લોકો જ નહી પરંતુ બોલીવુડ સેલેબ્સને પણ હવે આંચકો લાગ્યો છે. અભિનેત્રી તાપસૂ પન્નૂ (Taapsee Pannu) એક એવો જ સ્ક્રીન શોટ શેર કર્યો છે જેને જોઇને દરેક વ્યક્તિ આશ્વર્યમાં છે. કારણ કે તાપસીનું વિજળી બિલ એટલું વધુ છે કે એક પરિવાર માટે આ રકમનું બિલ ખૂબ અસામાન્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હકિકતમાં તાપસી પન્નૂના ઘરનું વિજળીનું બિલ આવ્યું છે 35 હજાર 890 રૂપિયા. હવે આ બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તાપસીએ એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તાપસીના અનુસાર આ બિલ જોઇને તેમના હોશ ઉડી ગયા. તાપસીએ પોતાના ટ્વિટર પર ત્રણ બિલ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે, એક બિલ પર લહ્ક્યું છે કે 35 હજાર 890, બીજા બિલ પર લખ્યું છે 3 હજર 850 અને ત્રીજા બિલ પર છે 4 હજાર 390. 


પોતાના ખોટા બિલ પર તાપસીએ ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો સાથે જ અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ કરતાં ટ્વિટર પર બે પ્ર્શ્નો પણ પૂછ્યા છે. પહેલી ટ્વિટમાં લખ્યું 'લોકડાઉનના ત્રણ મહિના થયા છે, મને આશ્વર્ય છે કે ગત એક મહિનામાં મેં એવા કયા નવા ઉપકરણનો ઉપયોગ કર્યો છે અથવા ખરીદ્યા છે જેથી મારું વિજળીનું બિલ આટલું વધી ગયું છે. તમે કયા પ્રકારે અમારી પાસે બિલના ચાર્જ વસૂલો છો? 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube