તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  લોકોને મનપસંદ શો છે. આ શો કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેતો હોય છે. ક્યારેક ખરાબ કારણસર તો ક્યારેક સારા. એકવાર ફરીથી આ શો ચર્ચામાં છે. જેની પાછળ કારણ સારું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલાનું પાત્ર ભઝવતા દિલિપ જોશી અંગે મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા જેમાં દાવો કરાયો કે શોના સેટ પર તેમના અને અસિત મોદી વચ્ચે ઝઘડો થયો. આ રિપોર્ટ્સ પર દિલિપ જોશીએ મૌન તોડ્યું છે. તેમણે ખુલાસો કરતા  જણાવ્યું કે આ સમગ્ર મામલે શું સત્ય છે. પોતાના 16 વર્ષના શો સાથેના જોડાણ અંગે પણ દિલિપ જોશીએ વાત કરી અને સ્પષ્ટ  કર્યું કે તેઓ શો છોડીને જઈ રહ્યા નથી અને આવામાં અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા દિલિપ જોશી
દિલિપ જોશીએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહ્યું કે, "હું બસ આ તમામ અફવાઓ વિશે બધુ સ્પષ્ટ કરવા માંગુ છું. મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં એવી કેટલીક કહાનીઓ છે જે સંપૂર્ણ રીતે ખોટી છે અને આવી વાતો સાંભળીને મને ખરેખર દુખ થાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે મારા અને લાખો પ્રશંસકો માટે ખુબ મહત્વ ધરાવે છે અને જ્યારે લોકો પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે તો તેનાથી ફક્ત અમે નહીં પરંતુ અમારા વફાદાર દર્શકોને પણ દુખ થાય છે. કોઈ એવી ચીજ વિશે નકારાત્મકતા ફેલાતી જોવી નિરાશાજનક છે જેણે આટલા વર્ષો સુધી આટલા બધા લોકોને આટલી ખુશી આપી છે. દર વખતે જ્યારે આવી અફવાઓ સામે આવે છે ત્યારે એવું લાગે છે કે અમે સતત એવું સમજાવી રહ્યા છીએ કે તે સંપૂર્ણ રીતે ખોટી છે. આ થકાવી દેનારું અને નિરાશાજનક છે. કારણ કે આ ફક્ત અમારા વિશે જ નહીં- તે એવા પ્રશંસકો વિશે પણ છે જે શોને પસંદ કરે છે અને આવી વાતો વાંચીને પરેશાન થઈ જાય છે."


શો છોડશે દિલિપ?
આ અંગે વધુમાં દિલિપ જોશીએ કહ્યું કે "પહેલા તો મારા શો છોડવાની પણ અફવાઓ હતી, જે સંપૂર્ણ રીતે ખોટી છે અને હવે એવું લાગે છે કે થોડા અઠવાડિયે અસિતભાઈ અને શોને કોઈને કોઈ રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં માટે એક નવી કહાની આવી જાય છે. આવી ચીજોને વારંવાર સામે આવતી જોવી નિરાશાજનક છે અને ક્યારેક ક્યારેક પોતાની જાતને હું એ વિચારતા રોકી શકતો નથી કે શું  કેટલાક લોકો ફક્ત શોની સતત સફળતાથી ઈર્ષા કરે છે. મને નથી ખબર કે આ કહાનીઓ ફેલાવવા પાછળ કોણ છે, પરંતુ હું એ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું. હું અહી છું, હું શો માટે દરરોજ એ જ પ્રેમ અને જૂનુન સાથે કામ કરું છું અને હું ક્યાંય જઈ રહ્યો નથી. હું આટલા લાંબા સમયથી આ અદભૂત યાત્રાનો ભાગ રહ્યો છું અને હું તેનો હિસ્સો બની રહીશ."



મીડિયાને વિનંતી
પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે "અમે બધા આ શોને સર્વશ્રેષ્ઠ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતામાં એક સાથે ઊભા છીએ અને હું બસ એ કહેવા માંગુ છું કે મીડિયા આવી દુખદ કહાનીઓને છાપતા પહેલા તથ્યોની પુષ્ટિ કરવા માટે એક પળ લે. આવો આ શો દ્વારા આટલા બધા લોકો માટે લાવવામાં આવેલી સકારાત્મકતા અને ખુશી પર ધ્યાન આપીએ. હંમેશા અમારું સમર્થન કરવા બદલ અમારા પ્રશંસકોનો આભાર, આ વાસ્તવમાં દુનિયાનો મતલબ છે."


શું છે સમગ્ર મામલો?
અત્રે જણાવવાનું કે આ અગાઉ ન્યૂઝ 18માં છપાયેલા એક રિપોર્ટમાં પ્રોડક્શન હાઉસના નીકટના સૂત્રોના હવાલે દાવો કરાયો હતો કે બંને વચ્ચે થયેલા ઝઘડાએ દિલિપ જોશીને અસિત મોદીનો કોલર ખેંચવા માટે ઉક્સાવ્યા હતા. સૂત્રએ વિસ્તારથી જણાવ્યું હતું કે જ્યારે અસિત મોદીએ તેમની સાથે વાત કરવાની તેમની કોશિશ નજરઅંદાજ કરી તો અભિનેતાએ અપમાનિત મહેસૂસ કર્યું. મીડિયા રિપોર્ટસમાં સૂત્રોના હવાલે દાવો કરાયો હતો કે અભિનેતાની વાત સાંભળવાની જગ્યાએ નિર્માતા અભિનેતા કુશ શાહને મળવા જતા રહ્યા, જેણે શોમાં ગોલીની ભૂમિકા ભજવી હતી અને પોતાનું અંતિમ શૂટિંગ પૂરું કરીને શોને અલવિદા કરી છે. આ કડીમાં અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો કે નારાજ દિલિપ જોશી દ્વારા શો છોડવાની ધમકી આપવામાં આવતા નિર્માતા શાંત થઈ ગયા. હવે આ તમામ વાતોને દિલિપ જોશીએ ફગાવી દીધી છે.