નવી દિલ્હી: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ગત છેલ્લા કેટલાય વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોની એક ખાસ વાત એ છે કે તેના દરેક કલાકારનું આગવું મહત્વ છે અને તે દર્શકોના હ્રદયમાં વસેલા છે. શોમાંથી કોઈ પણ કલાકારની વિદાય દર્શકોને અકળાવે છે. શોમાં ઘણા સમયથી લીડ અભિનેત્રી દિશા વાકાણી જોવા મળતી નથી. દયાબેન તરીકે દર્શકો દિશા વાકાણીને ખુબ મિસ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોમાં દયાબેનનું પાત્ર ખુબ લોકપ્રિયતા મેળવી ચૂકેલું પાત્ર છે. પાત્ર ભજવનાર દિશા વાકાણીને લોકો આજે પણ એટલી જ મિસ કરે છે. તેની કમી પૂરી કરવા માટે હજુ પણ કોઈ અન્ય અભિનેત્રી મળી શકી નથી. આવામાં દિશાના ફેન્સ હંમેશા એ જાણવા માટે ઉત્સાહિત રહે છે કે તે આજકાલ શું કરી રહી છે અને ક્યાં છે. 


Web Series: આ 10 અભિનેત્રીએ વેબ સિરીઝમાં આપ્યા હતા જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો, રિલીઝ થતા જ બબાલ મચી


દિશાની તસવીર થઈ વાયરલ
અત્રે જણાવવાનું કે દિશાએ પુત્રીના જન્મ બાદ તેના ઉછેરને મહત્વ આપતા શોથી અંતર જાળવ્યું હતું અને હવે તે તેની પુત્રી અને પરિવારને જ પૂરેપૂરો સમય આપી રહી છે. આ બધા વચ્ચે દિશાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને તેના એક ફેનપેજ ઉપર શેર કરવામાં આવ્યો છે. 


TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે મળી ગયા નવા નટુકાકા!, અભિનેતાનો PHOTO સામે આવ્યો


દિશાના ફોટાએ ઉત્સુકતા વધારી
દિશાને જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે થોડું વજન વધારી લીધુ છે. હવે અભિનેત્રીના આ ફોટાએ ફરીથી દિશાને પડદા પર જોવાની ઉત્સુકતા વધારી દીધી છે. તે ક્યારે વાપસી કરશે તે અંગે હાલ તો કશું કહી શકાય નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube