નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય કોમેડી શો છે. લોકો આ શોની દરેક સ્ટારકાસ્ટને ખૂબ પસંદ કરે છે. આ શોમાં દરેક પાત્ર એક આદર્શ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તમામ બિંદાસ જોવા મળે છે. હવે માધવી ભાભીને જોઈ લો. શોમાં ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરીની પત્નીનું પાત્ર ભજવનાર સોનાલિકા જોશી (Sonalika Joshi) વાસ્તવિક જીવનમાં એકદમ બિંદાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથમાં બીડી પકડતી જોવા મળી સોનાલિકા
સોનાલિકા જોશી (Sonalika Joshi) લાંબા સમયથી મનોરંજન જગતનો ભાગ છે. ઘણી સિરિયલોમાં કામ કરનાર સોનાલિકા 13 વર્ષથી માધવી બનીને લોકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સાદી ગૃહિણીની જેમ દેખાતી તે વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ છે. તેનો એક ફોટોશૂટ આગની જેમ વાયરલ થયો હતો, જેમાં તે હાથમાં બીડી પકડતી જોવા મળી હતી. સોનાલિકાનો આવો બોલ્ડ લુક આ પહેલા કોઈએ જોયો ન હતો અને તેના ફેન્સ તેને આ રીતે જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.


'Taarak Mehta...' ની આ અભિનેત્રીને ઓળખી શક્યા તમે? જાણશો તો લાગશે આંચકો!


ખૂબ જ બોલ્ડ છે સોનાલિકા
શોમાં પોતાની સાદગીથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. રીલ લાઇફમાં પાપડ અને અથાણાં બનાવવાની શોખીન સોનાલિકા જોશી (Sonalika Joshi Instagram) દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા સુંદર અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. સોનાલિકાએ 5 એપ્રિલ, 2004 ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્રી છે, જેનું નામ આર્ય જોશી છે.


Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!


સોનાલિકાનું કરિયર
સોનાલિકા જોશી (Sonalika Joshi) એ મિરાન્ડા હાઈસ્કૂલ કોલકાતામાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. તેણે હિસ્ટ્રીમાં બીએ કર્યું છે. સોનાલિકાએ ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરમાં પણ ડિગ્રી મેળવી છે. તેણે મરાઠી થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા, તે 'વરસ સરેચ સારસ' અને 'જુલુક' જેવી મરાઠી સિરિયલોમાં પણ જોવા મળી છે. જોકે, તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઓળખ મળી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube