નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી જગતનો એક જાણિતો શો છે. આ શોની કોમેડી લોકોને ખૂબ ગમે છે અને શોના પાત્ર તો લોકોના મનમાં વસી ગયા છે. ફેન્સ આ શો વિશે દરેક જાણકારી મેળવવા માંગે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં સ્ટારકાસ્ટ ખૂબ લાંબી છે અને આ એક્ટર પોતાની અંગત જીંદગીના કેટલીક પળો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ દરમિયાન એક ફોટો સામે આવ્યો છે, જેને જોઇને તમે બિલકુલ ઓળખી શકશો નહી કે આ ફોટો કોનો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?


કોણ છે આ ક્યૂટ બાળકી?
આ ફોટામાં એક ક્યૂટ બાળકી દેખાઇ રહી છે, જેમાં તે ખુલીને હસી રહી છે. આ બાળકીની સ્માઇલ પર દરેકનું દિલ આવી જાય. પરંતુ આજે આ બાળકી 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં એક માતાનું પાત્ર ભજવી રહી છે. લોકો તેમના રોલને ખૂબ પસંદ કરી રહ્યા છે. શું તમે પણ ઓળખી ન શક્યા કે આખરે આ ક્યૂટ દેખાતી બાળકી કઇ અભિનેત્રી છે? 

Taarak Mehta કી સોનૂનો જોયો નહી આવો બિકિની અવતાર, Video માં અતરંગી અદાઓ ફેન્સને કરી રહી છે ઘાયલ


ફોટાનું સત્ય
માસૂમ અને સુંદર દેખાતી આ બાળકી કોઇ બીજું નહી પરંતુ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં માઘવીનું પાત્ર ભજવનાર સોનાલિકા (Sonalika) છે. સોનાલિકા શોમાં સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભિડેની પત્ની અને સોનૂની મમ્મીનું પાત્ર ભજવી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તે કંઇક ને કંઇક શેર કરતી રહે છે. 

Taarak Mehta ની 'સોનૂ' નો બોલ્ડ અંદાજ, 'BLACK BRA' માં ફોટો થયો વાયરલ


સોનાલિકાનો અભ્યાસ
સોનાલિકા જોશી (Sonalika) એ મિરાંડ હાઇ સ્કૂલ કોલકત્તાથી પોતાની સ્કૂલિંગ કર્યું છે. ત્યારબાદ તેમણે યૂનિવર્સિટી ઓફ મુંબઇથી હાયર એજ્યુકેશન પુરૂ કર્યું છે. તેમણે ઇતિહાસમાં બીએ કર્યું છે. સોનાલિકાએ ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરની પણ ડિગ્રી લીધી છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં માધવી ભિડેનું પાત્ર ભજવતાં પહેલાં તે વારસ સરેચ સરસ અને જુલુક જેવી મરાઠી સિરિયલોમાં પણ જોવા મળી ચૂકી છે. જોકે તેમને ઓળખ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) થી મળી.    

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube