Taarak Mehta ની 'સોનૂ' નો બોલ્ડ અંદાજ, 'BLACK BRA' માં ફોટો થયો વાયરલ

નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) આ ફોટામાં ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેને તેમના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

Updated By: Sep 5, 2021, 07:59 PM IST
Taarak Mehta ની 'સોનૂ' નો બોલ્ડ અંદાજ, 'BLACK BRA' માં ફોટો થયો વાયરલ

નવી દિલ્હી: હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે જૂની 'સોનૂ' ને લોકો ખૂબ પ્રેમ કરે છે. મોટાભાગે તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. પોતાની એડવેંચર લાઇફના ફોટા પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. 

નિધિએ બતાવ્યો બોલ્ડ અંદાજ
નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) આ ફોટામાં ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેને તેમના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. નિધિ આ ફોટમાઅં બ્લેક બ્રા પહેરેલી જોવા મળી રહી છે. સાથે તેમણે નોઝ રિંગ પહેરી છે અને તેમના વાળ ખુલ્લ છે. તેમનો આ અંદાજ ખૂબ વાઇલ્ડ લાગી રહ્યો છે. મોટાભાગે નિધિ હિપ્પી અને જિપ્સી સ્ટાઇલમાં જોવા મળે છે. આ વખતે પણ તેમનો લુક કંઇક એવો જ છે. 

કોણ છે ટપ્પૂની 'નાની પત્ની', પોતાની અદાઓ વડે હસીનાઓને આપે છે ટક્કર

ફેન્સને ગમી ગઇ તસવીર
નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો ફોટો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ હંમેશાની માફ્ક આ વખતે પણ લોકોને પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે અને તે પોતાની એવી પોસ્ટ કરવામાં કોઇ સંકોચ કરતી નથી. પોતાની અદાઓથી તે દરેકને પોતાના દિવાના બનાવી દે છે. આમ તો હાલમાં નિધિ એડવેંચર વેકેશન પર છે. 

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

બિકિની વીડિયો થયો હતો વાયરલ
નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ના ઘણા ફોટા અને વીડિયો પહેલાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે પહેલાં જ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો એક બિકિની વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલ વચોવચ એક તળાવમાં નહાતી જોવા મળી રહી હતી. ત્યારબાદ તેમણે વચ્ચે વીડિયો શેર કર્યો હતો. પહેલાં પણ તેમના બિકીની વીડિયો વાયરલ થતા રહે છે. નિધિના ઘણા ફેન્સ તેમને યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની ભલામણ કરી રહી છે, જેથી તે તેમના વીડિયો વિસ્તારથી જોઇ શકે. નિધિ ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાઓ પર ફરી રહી છે.  

'દયા ભાભી' એ પહેર્યો નાનકડો સ્કર્ટ- બિકિની ટોપમાં લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યું 'ટપ્પૂની મમ્મી બગડી ગઇ'

હવે નથી શો ભાગ
તમને જણાવી દઇએ કે નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આત્મારામ ભિડેની પુત્રી સોનાલિકા એટલે કે સોનૂનું પાત્ર ભજવતી હતી. સોનૂ ટપ્પૂ સેનાની સૌથી હોશિયાર સભ્ય છે. હવે આ પાત્રને પલક સિધવાની ભજવી રહી છે. નિધિ અને પલક પહેલાં ઝીલ મહેતાએ આ પાત્રને ભજવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube