નવી દિલ્હી: તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના મોટા એક્ટર ટપ્પૂ એટલે રાજ અનડકટ (Raj Anadkat) જલદી જ શો છોડી શકે છે અને હવે તેની પાછળનું કારણ મુનમુન દત્તાને ગણાવવમાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોને લઇને મોટી અપડેટ
તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સેટ પરથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જલદી જ શોમાં ટપ્પૂનો રોલ ભજવી રહેલા રજ અનડકટની વિદાય થઇ શકે છે. જી હાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જલદી જ રાજ અનડકટ શોને છોડવાના છે અને હવે લોકો તેનું પાછળનું કારણ મુનમુન દત્તાને ગણાવી રહ્યા છે. 


શો છોડી શકે છે ટપ્પૂ
તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ગત 13 વર્ષોથી લોકોનું મનોરંજન કરાવે છે. શોમાં એવા ઘણા કલાકાર છે, જે ઘણા વર્ષોથી શોનો ભાગ છે. એક કારણ એ પણ છે કે આ શોને પોતાની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં મશહૂર કરી દીધા. શોમાં ટપ્પૂ (Tappu) નું પાત્ર ભજવનાર રાજ અનડકટ (Raj Anadkat) ને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સમાચાર એ છે કે જલદી જ સિટકોમને અલવિદા કહી શકે છે. આ મામલે શોના નિર્માતા અસિત કુમાર મોદી ( Asit Kumarr Modi) નું નિવેદન પણ સામે આવ્યું છે. 

Alia Bhatt એ જ્યારે ફિલ્મ ડાયરેક્ટરને ખોટી જગ્યાએ કર્યું Touch, વીડિયો થઇ ગયો વાયરલ


2017 માં થઇ હતી એન્ટ્રી
રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ટપ્પૂ (Tappu aka Raj Anadkat) ને શો છોડવાનું મન બનાવી લીધું છે. વર્ષ 2017 થી રાજ શોનો ભાગ ત્યારે બન્યા જ્યારે ભવ્ય ગાંધી (Bhavya Gandhi) એ 'ટપ્પૂ' નું પાત્ર અને આગળ ભજવવાની મનાઇ કરી દીધી હતી. કોઇમોઇના એક રિપોર્ટ અનુસાર 'ટપ્પૂ' જલદી જ શોને ક્વિટ કરવાના છે. 


ટીમ સાથ ચાલી રહી છે ખટપટ!
રિપોર્ટમાં એક નજીકના સૂત્રોના હવાલેથી કહ્યું કે રાજની સફર ખાટી-મીઠી રહી. ઘણીવાર એવું થયું કે ટીમે તેમની સાથે તાલેમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે વસ્તુઓ કામ કરી રહી નથી. ના તો તે ખૂબ લાંબા સમય સુધી ટકી રહેવા માટે તૈયાર છે અને ના તો કાસ્ટ અને ક્રૂ તેમને રોકાવવા માટે કહી રહ્યા નથી. 

પુત્રીની સંગીત સેરેમનીમાં 'જેઠાલાલ' એ જમાવી દીધો માહોલ, ઢોલના તાલે કર્યો ડાન્સ


અસિત કુમાર મોદીએ શું કહ્યું
જોકે આ મામલે અત્યાર સુધી રાજ અનડકટની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેંટ આવ્યું નથી. તો બીજી તરફ આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે તેમને રાજના શો છોડવાને લઇને કોઇ અપડેટ નથી. તેમણે બે ટૂ કહ્યું, 'મને કશું જ ખબર નથી.' 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube