Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની 'મિસિસ સોઢી' ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) મેકર્સ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જેને ફક્ત આરોપ જ લગાવ્યો નથી તારક મહેતાના નિર્માતા અસિત મોદી (Asit modi) સામે પણ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. સાથે જ તેની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે પણ વિગતવાર જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, 'તારક મહેતા'માં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 'મિસિસ સોઢી'નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) શોના નિર્માતા અસિત મોદી (Asit modi)પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.


જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલાંથી જ શૂટિંગથી દૂર થઈ ગઈ હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. એવું કહેવાય છે કે સોહેલ અને જતીન બજાજે અભિનેત્રીનું અપમાન કર્યું હતું, ત્યારબાદ તે સેટ પર પરત ફરી હતી.


એવું કહેવાય છે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે હાલમાં કોઈપણ રીતે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ તેમણે શો છોડી દીધો હોવાની ચર્ચા છે. જેનિફર કહે છે, 'મારો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર મારું અપમાન કરવામાં આવ્યું હતું.


શું તમે પણ ઓફિસમાં ટીફીન ફરીથી ગરમ કરીને ખાવાની ટેવ છો? તો એકવાર વાંચી લેજો
નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો


શ્રીમતી સોઢીએ ઘટના વિશે બધું કહ્યું
'તારક મહેતા'ની 'શ્રીમતી સોઢી'એ કહ્યું કે 'હોળી પર તેમની વર્ષગાંઠ હતી. આ દિવસ હતો 7મી માર્ચ. આ ઘટના તે જ દિવસે બની હતી. તે કહે છે, 'મેં ચાર વખત કામમાંથી સમય કાઢવા માટે કહ્યું. તેઓ મને જવા દેતા ન હતા. સોહેલે બળજબરીથી મારી કાર રોકી. મેં તેને એમ પણ કહ્યું કે મેં આ શો સાથે 15 વર્ષ સુધી કામ કર્યું છે અને મારી સાથે આ રીતે જબરદસ્તી ન કરી શકાય. આ પછી સોહેલે મને ધમકી આપી હતી. મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.


Swapna Shastra: સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ? જાણો શું હોય છે ઇશારો
છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા
શું તમને સપનામાં વારંવાર સાંપ દેખાય છે? તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ


જેનિફર આગળ કહે છે, 'મેં ટીમને પહેલેથી જ કહી દીધું હતું કે મારી લગ્નની વર્ષગાંઠ છે અને એ દિવસે મારે હાફ ડેની જરૂર પડશે. મારી એક દીકરી પણ છે જે હોળી માટે મારી રાહ જોઈ રહી હતી. પરંતુ મેકર્સે મને જવા દીધી નહીં. મેં એમ પણ કહ્યું કે હું બે કલાકના વિરામ પછી પાછી આવી જઈશ. પરંતુ તેઓ રાજી ન થયા. તેઓ ઘણીવાર પુરૂષ અભિનેતા સાથે એડજસ્ટ થાય છે. આ શોના લોકો ખૂબ જ પુરૂષવાદી માનસિકતાથી પીડિત લોકો છે. જતીને મારી કાર બળપૂર્વક રોકી. આ બધું સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું છે. આ ઘટના 7 માર્ચની છે. મને લાગ્યું કે આ લોકો મને બોલાવશે. પરંતુ 24 માર્ચે સોહેલે મને નોટિસ મોકલી કે મેં શૂટિંગ છોડી દીધું છે તેથી તે મારા પૈસા કાપી રહ્યો છે. તેઓ મને ડરાવી રહ્યાં છે.'


'પૈસા પડાવવાનો પ્રયાસ'
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું, '4 એપ્રિલે મેં તેમને વોટ્સએપ પર જવાબ આપ્યો કે મારી સાથે યૌન શોષણ થયું છે. મેં એક ડ્રાફ્ટ મોકલ્યો અને તેઓએ મને એ કહીને પાછો મોકલ્યો તે તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં તે દિવસે નક્કી કર્યું કે મારે જાહેર માફીની જરૂર છે. મેં વકીલની મદદ લીધી. 8 માર્ચે મેં અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજને નોટિસ મોકલી હતી. મને આના પર કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ મને ખાતરી છે કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે અને આ બાબતની તપાસ કરશે.


રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube