છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા

Silver anklets: ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને તે શરીરમાંથી નિકળતી ઊર્જાને પાછી શરીરમાં મોકલે છે. આપણી મોટાભાગની એનર્જી પગના માધ્યમથી આપણા શરીરને છોડે છે અને ચાંદી, કાંસા જેવી ધાતુઓ તેને અટકાવે છે.

છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા

Indian Women Wear Payal: ચાંદીના પાયલ અને વીછિંયાનું ભારતીય નારીના શણગારમાં અનોખું મહત્વ છે. આ પાયલ ન માત્ર પગની સુંદરતા વધારે છે પરંતુ સ્વાસ્થ્ય પર પણ સારી અસર કરે છે. ભારતીય જ્યોતિષ અનુસાર ચાંદીનો સંબંધ ચંદ્રમાં સાથે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોથી ચાંદની ઉત્પતિ થઈ હતી, જેથી તે સમૃદ્ધિનું પ્રતિક છે. જ્યારે મિડલ ઈસ્ટ અને ઈજિપ્તમાં લોકો આ વાતને સ્વાસ્થ્ય સાથે જોડીને જુએ છે. આ દેશોમાં એવી માન્યતા છે કે, પાયલ પહેરવાથી શારીરિત અને માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. તો આજે અમે આપને જણાવીશું ચાંદીની પાયલ પહેરવાના ફાયદા.

ઊર્જાને બચાવે-
ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને તે શરીરમાંથી નિકળતી ઊર્જાને પાછી શરીરમાં મોકલે છે. આપણી મોટાભાગની એનર્જી પગના માધ્યમથી આપણા શરીરને છોડે છે અને ચાંદી, કાંસા જેવી ધાતુઓ તેને અટકાવે છે, જેનાથી ઊર્જા આપણા શરીરમાં પાછી લાવવામાં મદદ મળે છે. એટલે કે ચાંદીના વીંછિયા, પાયલ આપણી ઊર્જાને બહાર નથી નિકળવા દેતા. જેથી પાયલ પહેરવાથી વધુ ઊર્જાવાન અને સકારાત્મકતાનો અનુભવ થાય છે.

સોનાની પાયલ કેમ નહીં?
આયુર્વેદના અનુસાર, ચાંદી પૃથ્વીની ઊર્જા સાથે સારી રીતે કામ કરે છે. જ્યારે સોનું શરીરની ઊર્જા સાથે સારી રીતે કામ કરે છે. એટલે જ ચાંદીને પગમાં પહેરવામાં આવે છે અને ચાંદીને પગાં

કીટાણુનાશક છે ચાંદી-
ઈતિહાસ પર નજર કરીએ તો, ચાંદીની ઓળખ તેના કીટાણુનાશક ગુણોના કારણે કરવામાં આવી હતી. હજારો વર્ષો પહેલા જ્યારે માછીમારો કે નાવિકો લાંબી યાત્રા પર જતા હતા ત્યારે પોતાની સાથે ચાંદીના સિક્કા લઈ જતા હતા. એ સિક્કાઓને તેઓ પાણીની બોટલમાં રાખતા હતા. તેઓ ચાંદી વાળું પાણી પીતા હતા. કારણ કે તેનાથઈ કીટાણુનો નાશ થાય છે. ચાંદીના આયન બેક્ટેરિયાનો નાશ કરી શકે છે.

AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ
Traffic Police ઉભી રાખશે તો પણ પસ્તાશે! આ ઉપાય કરી લો કયારેય નહીં કાપી શકે Challan!
Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
શાબાશ! દેશની આ દીકરીનો એક માર્ક્સ ન કાપી શક્યા શિક્ષકો, આવી દીકરી હોય તો ગર્વ થઈ જાય

પગને રાખે છે મજબૂત-
ભારતીય મહિલાઓ માટા ભાગે ઉભા રહીને કામ કરતી હોય છે. સાંજ સુધીમાં તેમના પગ અને પીઠમાં દુખાવો થાય છે. ત્યારે ચાંદી મદદે આવે છે. ચાંદી રક્તસંચારમાં મદદ કરે છે. તે પગને નબળા નથી પડવા દેતી.

પ્રતિકારક શક્તિ વધારે-
આ ફાયદાની સાથે ચાંદીની પાયલ આપણી પ્રતિરોધક ક્ષમતા વધારવામાં અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે. આ જ એક કારણ છે કે પરિણીત મહિલાઓ ચાંદીન વીંછિયા પહેરે છે. કારણ કે તે ગર્ભાશયને સ્વસ્થ રાખે છે અને માસિક ધર્મના દર્દને ઓછું કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા જાણકારની સલાહ લો. ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news