Taarak Mehta Ka Ooltah Chashmah: વર્ષ 2008માં શરૂ થયેલો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ખુબ લાંબા સમયથી ચાલ્યો આવતો પરંતુ છતાં દર્શકોનો મનગમતો શો છે. તેના કલાકારો ઘેર ઘેર લોકપ્રિય છે અને દર્શકોના મનમાં એક અલગ જગ્યા બનાવેલી છે. જો કે શોમાં અનેક જૂના કલાકારોની વિદાય થઈ પરંતુ આમ છતાં દર્શકો હજુ પણ આ શો એટલા જ મનથી જુએ છે. શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ મામલે હવે નવા વિવાદો થાય તેવી પણ સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જેનિફર થોડા સમય પહેલા શોને લઈને ખુબ ચર્ચામાં હતી. તેણે શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ હવે જેઠાલાલ વિશે એક એવો ચોંકાવનારો  ખુલાસો કર્યો છે જે સાંભળે તે દંગ રહી જાય છે. 


કોણે ફેંકી હતી ખુરશી
'બોલીવુડ ઠિકાના' સાથે વાત કરતા જેનિફરે જણાવ્યું કે એકવાર દિલિપ જોશીની સોહિલ રહમાની સાથે લડાઈ થઈ હતી. સોહિલ કોઈ બીજુ નહીં પરંતુ શોના ઓપ્રેશનલ હેડ હતા. જેનિફરે જણાવ્યું કે એકવાર કોઈ મુદ્દે દિલિપ અને સોહિલ વચ્ચે ખુબ ગંભીર ઝઘડો થયો અને સોહિલે  અભિનેતા તરફ ખુરશી સુદ્ધા ફેંકી હતી. દિલિપે એ જ ધમકી આપી હતી કે જો સોહિલ શોમાં રહેશે તો તેઓ શો છોડી દેશે. 


દિલિપ જોશીની ધમકી
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે આ લડાઈને ખતમ કરવા માટે પછી સોહિલને દિલિપથી દૂર રાખવામાં આવ્યા અને આવું 2 વર્ષ સુધી થયું હતું. એટલું જ નહીં બાકી કાસ્ટ મેમ્બર્સે પણ સોહિલનો તેમના ખોટા વર્તનના કારણે બોયકોટ કર્યો હતો. 


અત્રે જણાવવાનું કે તારક મહેતામાં કામ કરી ચૂકેલા અનેક કલાકારો હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ મિસ્ટર રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ ગયા હતા અને 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા. તેમના ફેન્સ તેમના ગૂમ થવાથી ખુબ ચિંતાતૂર  થયા હતા. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા અને 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી.


પોલીસે દિલ્હીથી લઈને મુંબઈ સુધી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ માહિતી મળી શકી નહતીં. હવે તેઓ પાછા ફરતા હવે કેટલીક વિગતો સામે આવી છે. જે આધારે વધુ વિગતોની ચકાસણી કરાઈ રહી છે. 


ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેમણે દુનિયાદારીનો મોહ છોડી દીધો હતો. ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. તેઓ અમૃતસર, લુધિયાણા, અને અનેક શીખ ધર્મના તીર્થસ્થળો તથા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા. તારક મહેતા...માં સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા આ કલાકારે વધુમાં કહ્યું કે 25 દિવસ સુધી તેઓ પંજાબના અલગ અલગ શહેરોમાં રહ્યા અને પછી તેમને અહેસાસ થયો કે પરિવાર જ બધું છે અને તેઓ ઘરે પાછા ફર્યા. તેમના પાછા ફરવાથી બધા ખુશ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube