Taarak Mehta Ka Ooltah Chashmah શો અને ગોકુલધામ આ કલાકારો વિના અધુરું છે!
થોડા વર્ષોમાં ઘણા પોપ્યુલર કલાકારોએ શો છોડી દિધોછે. જેમાંથી ઘણા પરત ફરશે તેવી આશા પણ છે પરંતુ હજી સુધી પાત્રો અને કલાકાર બંને શોમાં જોવા નથી મળી રહ્યા અને આ ખાસ પાત્રો ના હોવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી અધૂરી અધૂરી લાગી રહી છે.
નવી દિલ્હીઃ ગુજરાતનો લોકપ્રીય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 14 વર્ષથી હાસ્ય અને મનોરંજન પૂરુ પાડે છે. શોના કેટલાક કેરેકે્ટર આવે છે કે જેના વગર શો અધૂરો થઈ જાય છે. જેમકે જેઠાલાલ અને બાપુજી વગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાની મજા જ ના આવે. તેમ છતાં થોડા વર્ષોમાં ઘણા પોપ્યુલર કલાકારોએ શો છોડી દિધોછે. જેમાંથી ઘણા પરત ફરશે તેવી આશા પણ છે પરંતુ હજી સુધી પાત્રો અને કલાકાર બંને શોમાં જોવા નથી મળી રહ્યા અને આ ખાસ પાત્રો ના હોવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી અધૂરી અધૂરી લાગી રહી છે. જાણો આમાંથી કયા કલાકારો સામેલ છે.
આ પણ ખાસ વાંચોઃ બચપન કા પ્યાર! નાની ઉંમરમાં તમારા બાળકોને થઈ ગયો છે પ્રેમ? પેરેન્ટ્સ જરૂર વાંચે આ માહિતી
દયાબેન (દિશા વાકાણી):
2017માં દિશા વાકાણી માતા બનવાની હતી તે સમયે તે મેટરનિટિ લીવ પર ગઈ હતી. પરંતુ એ દિવસ અને આજનો દિવસ, તે શોમાં પરત નથી ફરી. જો કે, તે પરત આવશે તેવી આશા હજુ પણ છે પરંતુ તે હવે બીજા બાળકની પણ માતા બની ગઈ છે એટલે હવે તે શોમાં પરત નહીં ફરે તે નક્કી થઈ ગયું છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે મેકર્સ પાત્ર માટે નવા ચહેરાની શોધ કરી રહ્યા છે.
આ પણ ખાસ વાંચોઃ વિચિત્ર વાત! અહીં ભાઈ-બહેન, માતા-પુત્ર અને પિતા-પુત્રી વચ્ચે પણ બંધાય છે શારીરિક સંબંધ!
સુંદરલાલ (મયુર વાકાણી):
દયાબેન અને સુંદરલાલ ભાઈ બહેનની જોડી વિશે તો બધા જ જાણે છે, સુંદરલાલ અમદાવાદથી મુંબઈ જાય એટલે દયાબેનને મજા પડી જાય. આવામાં જ્યારથી દયાબેનનું કેરેક્ટર શોમાં નથી ત્યારથી સુંદરલાલ પણ શોમાં ઓછો જોવા મળી રહ્યો છે. દર્શકો સુંદરલાલને પણ ખુબ મિસ કરે છે.
આ પણ ખાસ વાંચોઃ અસંખ્ય રંગોને સરળતાથી કઈ રીતે ઓળખી શકે છે માનવીની આંખો? જાણો આંખ કઈ રીતે કરે છે કામ
ટપુ (રાજ અનડકટ):
આ પાત્રને ઘણા સમયથી રાજ અનડકટ નિભાવી રહ્યો છે પરંતુ હવે થોડા મહિનાથી ટપુનું પાત્ર શોમાં જોવા નથી મળી રહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે રાજ અનડકટ શોને અલવિદા કહી દીધું છે અને હવે શોમાં નવા ચહેરાની એન્ટ્રી થશે.
આ પણ ખાસ વાંચોઃ Dating Tips: જાણો પહેલીવાર ડેટિંગ પર જાવ તો કઈ-કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન
મહેતા સાહેબ (શૈલેષ લોઢા):
14 વર્ષથી શોનો અંત હંમેશા મહેતા સાહેબથી જ થતો હતો. પરંતુ હાલમાં તેમને આ શો છોડી દીધો હોવાના સમાચાર આવ્યા અને હવે ફાઈનલ થઈ ગયું છે કે તેમણે શોને અલવિદા કહી દીધું છે. નવા મહેતા સાહેબને લઈને પણ ચર્ચા તેમજ શોધ ચાલું છે.
આ પણ ખાસ વાંચોઃ Hair Care Tips: મેથીનું સિરમ આપે છે વાળને પ્રોટીન, આ ટિપ્સથી વાળ થશે સિલ્કી અને મજબૂત
બાવરી (મોનિકા ભદોરિયા):
બાઘા અને બાવરીની જોડીને પણ શોમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ હવે શોમાં બાઘા જોવા મળે છે પણ બાવરી નહીં. હકીકતમાં આ પાત્રને નિભાવતી મોનિકા ભદોરિયા શોને પહેલાથી જ અલવિદા કહી ચૂકી છે. હવે કોઈ નવા ચહેરાની શોધ ચાલી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર