આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર

કોરોનાકાળમાં ઓનલાઈન ઓર્ડરમાં ધરખમ વધાર થયો છે. જેમાં એક તો ઘરે બેઠાં સરળતાથી કોઈપણ ચીજવસ્તુ મળી રહે છે. અને બીજું હવે કંપની ઓનલાઈન ઓર્ડર પણ ઘણી ઓફર્સ પણ આપતી થઈ છે.

આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાએ લોકોને ઓનલાઈન ખરીદી તરફ વાળ્યાં છે. એના ઘણાં ફાયદા પણ છે, તો ક્યારેક છેતરપિંડીનું છુપું નુકસાન પણ એની સાથે જોડાયેલું છે. જોકે, હવે કંપનીઓ પણ પ્રામાણિકતાથી ઓર્ડર પ્લેસ કરતી થઈ છે. મહત્ત્વનું છેકે, કોરોના બાદ મોદી સરકારના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પણ બળ મળ્યું છે. એ જ કારણ છેકે, આજકાલ લોકો ઝડપથી ગ્રોસરી સર્વિસ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સામાન મગાવી રહ્યા છે. શાકભાજીથી લઈને ઈંડા, કંડોમ હોય અથવા તો સેનેટરી નેપકિન, બધુ ઓનલાઈન મગાવી રહ્યા છે.

છેલ્લાં બે વર્ષમાં લોકોએ ઓનલાઈન 5 કરોડ ઈંડા મંગાવ્યાઃ
આ ક્વિક કોમર્સ પ્લેટફોર્મે છેલ્લા બે વર્ષમાં 5 કરોડ ઈંડા ડિલીવર કર્યા છે. જૂન 2021થી જૂન 2022ની વચ્ચે બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સૌથી વધારે ઈંડા ઓર્ડર થયા છે. આ ત્રણ શહેરમાં દર એકમાંથી સરેરાશ 60 લાખ ઈંડાના ઓર્ડર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુ અને હૈદરાબાદના ગ્રાહકોએ નાશ્તા માટે સૌથી વધારે ઈંડા ઓર્ડર કર્યા છે. જ્યારે મુંબઈ, જયપુર અને કોયંબતૂરના લોકોએ ડિનરના સમયે સૌથી વધારે ઈંડા ઓર્ડર કર્યા છે. 

માયાનગરી મુંબઈ કોન્ડોમ મંગાવવામાં સૌથી આગળઃ
ગ્રાહક ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા હેલ્થકેર પ્રોડક્ટ્સ પણ માગી રહ્યા છે. સ્વિગી ઈંસ્ટામાર્ટ પર કોન્ડોમ ઓર્ડર કરવામાં મુંબઈ સૌથી આગળ રહ્યું છે. મુંબઈવાળા છેલ્લા 12 મહિનામાં 570 ગણા વધારે કોન્ડોમ ઓર્ડર કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઈંસ્ટામાર્ટ પર લગભગ 20 લાખ સેનેટરી નેપકિંન્સ, મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોનના ઓર્ડર આવ્યા છે. 

ઓનલાઈન ઓર્ડર કરવામાં આ શહેરો છે આગળઃ
મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં ઓનલાઈન ઓર્ડર કરવામાં દેશના અન્ય શહેરોની સરખામણીએ ખુબ આગળ છે. આજકાલ લોકો ઝડપથી ગ્રોસરી સર્વિસ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સામાન મગાવી રહ્યા છે. શાકભાજીથી લઈને ઈંડા, કંડોમ હોય અથવા તો સેનેટરી નેપકિન, બધુ ઓનલાઈન મગાવી રહ્યા છે. આ ગ્રોસરી પ્લેટફોર્મ પર આવી રહેલા ઓર્ડર્સ જોઈને આપ ચોંકી જશો. સ્વિગી ઈંસ્ટામાર્ટે જૂન 2021થી જૂન 2022ની વચચ્ચે 90 લાખથી વધઆરે યુઝર્સને સેવા આપી છે. એ જણાવે છે કે, કેવી રીતે ક્વિક કોમર્સની ડિમાન્ડ વધી રહી છે. આ ડિમાંડ બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી અને ચેન્નઈ જેવા મેટ્રોલ શહેરોમાં સૌથી વધારે આવી રહી છે. 

ડિનર ટાઈમમાં લોકો શું મંગાવે છે સૌથી વધારે?
જૂન 2021થી જૂન 2022ની વચ્ચે લોકોએ નૂડલ્સનો ખૂબ ઓર્ડર કર્યો છે. સ્વિગી ઈંસ્ટામાર્ટે બેંગલુરુ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈમાં ઈંસ્ટેટ નૂડલ્સના 56 લાખથી વધારે પેકેટ ડિલીવર કર્યા. આ પ્લેટફોર્મ પર રેડી ટૂ ઈટ ઉપમા અને પૌઆ પણ ખૂબ લોકપ્રિય પ્રોડક્ટ છે. બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીવાળઆએ ડિનર ટાઈમમાં આ પ્રોડક્ટ સૌથી વધારે ઓર્ડર કરી છે.

રાતના 10 વાગ્યા બાદ વધ્યાં આ વસ્તુના ઓર્ડર?
લોકોએ ગરમીથી છૂટકારા માટે આઈસ્કીમ પણ ખૂબ ખાધા છે. એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે આઈસ્ક્રીમના ઓર્ડરમાં 42 ટકાનો ઉછાળો આવ્યો. મેટ્રો સિટીઝમાં આઈસ્ક્રીમના ઓર્ડર રાતના 10 વાગ્યાથી સૌથી વધારે આવ્યા. ગરમી દરમિયાન હૈદરાબાદમાં તાપમાનમાં સૌથી વધારે હાઈએસ્ટ રહ્યું. આ જ કારણ છે ક, અહીંના લોકએ 27000થી વધારે જ્યૂસની બોટલ ઓર્ડર કરી હતી. 

ચા કોફીના ઓર્ડરમાં 20000 ટકાનો વધારો:
પેય પદાર્થોના ઓર્ડરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વધારો જોવા મળ્યો છે. ચા અને કોફી બંનેના ઓર્ડરમાં 2000 ટકાનો વધારો થયો છે. તો વળી દૂધના 3 કરોડ ઓર્ડર આવ્યા છે. બેંગલુરુ અને મુંબઈવાળાએ સવારના સમયમાં સૌથી વધારે ઓર્ડર કર્યા છે. ડેરી આઈટમમાં ટોપ થ્રી પ્રોડ્ક્ટમાં રેગ્યુલર મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક અને ટોંડ મિલ્ક હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news