Taarak Mehta Ka Ooltah Chashmah: `તારક મહેતા કા...`માં દયાબેનની વાપસી પર આવ્યા મોટા અપડેટ, જાણો પ્રોડ્યુસરે શું કહ્યું?
નાના પડદા પર ધમાલ મચાવતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી પાછી ફરશે કે નહીં? આ સવાલ ઘણા સમયથી દર્શકોને પરેશાન કરી રહ્યો છે.
નવી દિલ્હી: નાના પડદા પર ધમાલ મચાવતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી પાછી ફરશે કે નહીં? આ સવાલ ઘણા સમયથી દર્શકોને પરેશાન કરી રહ્યો છે. જો કે હજુ સુધી ખુદ દિશા તરફથી આ અંગે કોઈ ખાસ નિવેદન સામે આવ્યું નથી.
હવે તો મારે જ દયાબેન બની જવું જોઈએ
દયાબેનની વાપસી અંગે હાલમાં જ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદીને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ અંગે ખુલીને વાત કરી. ETimes સાથે વાતચીતમાં આસિત મોદીએ કહ્યું કે 'મને લાગે છે કે હવે તો મારે જ દયાબેન બની જવું જોઈએ. તેમની વાપસીનો સવાલ છેલ્લા કેટલાક વર્ષથી ઘૂમી રહ્યો છે.' આસિતે કહ્યું કે તેઓ ઘણા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા છે.
દયાબેનની વાપસી એટલી જરૂરી નથી
તેમણે કહ્યું કે 'અમે હજુ પણ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરે તો શો નવા દયાબેન સાથે આગળ વધશે. પરંતુ મને લાગે છે કે હાલ દયાની વાપસી કે પોપટલાલના લગ્ન એટલા જરૂરી નથી. મહામારીમાં બીજા પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દા છે અને મને લાગે છે કે બાકીની ચીજો હજુ રાહ જોઈ શકે છે.'
બાયો બબલ ફોર્મેટમાં થશે શૂટિંગ?
આસિત મોદીએ જણાવ્યું કે 'અમારે સેફ્ટી પ્રોટોકોલ અંગે વિચારવું પડશે અને શુટિંગ ચાલુ રાખવું પડશે જેથી કરીને લોકોની આજીવિકા પ્રભાવિત ન થાય. આ ઉપરાંત બાયો બબલ ફોર્મેટ પણ ખુબ ઈફેક્ટિવ છે જો અમને તેની મંજૂરી મળી જશે તો હું પણ આ ફોર્મેટમાં કામ કરવાનું પસંદ કરીશ.' અત્રે જણાવવાનું કે દિશા વાકાણી શોમાં પાછી ન ફરે તો નવા દયાબેન લાવવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube