નવી દિલ્હી: ટીવી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) હંમેશાં સોશિયલ મીડિયા પર અહેવાલોમાં ચમકતી રહે છે. જેના કારણે મુનમુન દત્તાના ફેન ફોલોઈંગની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. ટીવી અભિનેત્રી મુનમુન પોતાની ફિટનેશને લઈને પણ ઘણી એક્ટિવ રહે છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ પ્રકારનો ધમાકેદાર ડાન્સના કારણે ચર્ચામાં છવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પનઘટ પર કર્યો ડાન્સ
આ વખતે મુનમુનની ચર્ચા થવા પાછળનું કારણ તે છે કે તેમનો એક વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુનમુન ઉર્ફે બબીતાજી (Babita Ji) ફેમસ સોન્ગ 'પનઘટ પે મેનકા નાચે' પર પોતાનો કાતિલ ડાન્સના મૂવ્સ દેખાડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે એક શોર્ટ વનપીસ ડ્રેસ પહેરેલો છ, જુઓ આ શાનદાર વીડિયો...



બબીતાજીનો ડાન્સ જોઈને દરેક આશ્ચર્યમાં મૂકાયા
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાજી (Babita ji) ની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. ટીવી અભિનેત્રીના ડાન્સ સ્ટેપને જોઈને હાલ દરેક લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.


'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની પુત્રીના સફેદ વાળની ચારેબાજુ ચર્ચા, પિતાએ મૌન તોડીને આપ્યો જવાબ


સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે મુનમુન
તમને જણાવી દઈએ કે મુનમુન પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં ચાહકો પણ તેની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.


બોલ્ડનેસના બધા રેકોર્ડ તોડી નાંખે છે 'ગંદી બાત' વેબ સિરીઝની આ અભિનેત્રી, એકલામાં Photos જોજો


ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ
બબીતાજી એટલે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો છે. વર્ષ 2004માં તેમણે ZeeTV પરની સીરિયલ 'હમ સબ બારાતી'થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો મુનમુન દત્તાની પહેલી ફિલ્મ કમલ હાસન સાથેની 'મુંબઈ એક્સપ્રેસ' (2005) હતી. આ સિવાય તે વર્ષ 2006માં 'હોલિડે'માં જોવા મળી હતી. જો કે, તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોથી જ લોકપ્રિયતા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube