આ તરફ પાકિસ્તાન વિરૂદ્ધ જીતી ટીમ ઇન્ડીયા, બીજી તરફ વાયરલ થવા લાગ્યો તૈમૂરનો ફોટો
ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની મેચ હંમેશા એક માહોલ બનાવી લે છે. બધાને આ બંને ટીમની ભિડંતની આતુરતા જરૂર હોય છે. પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન. ગઇકાલની મેચમાં ભારતની શાનદાર જીત બાદ આખા ભારતમાં જશ્ન મનાવી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાનના ક્યૂટ બેબી તૈમૂર અલી ખાન પણ પોતાના વારયલ ફોટામાં ખૂબ ખુશ જોવા મળી રહી છે. તૈમૂરના વાયરલ ફોટામાં તેમણે ટીમ ઇન્ડીયાની જર્સી પહરેલી છે અને તે કેમેરામાં સેલ્યૂટ કરતાં જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની મેચ હંમેશા એક માહોલ બનાવી લે છે. બધાને આ બંને ટીમની ભિડંતની આતુરતા જરૂર હોય છે. પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન. ગઇકાલની મેચમાં ભારતની શાનદાર જીત બાદ આખા ભારતમાં જશ્ન મનાવી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાનના ક્યૂટ બેબી તૈમૂર અલી ખાન પણ પોતાના વારયલ ફોટામાં ખૂબ ખુશ જોવા મળી રહી છે. તૈમૂરના વાયરલ ફોટામાં તેમણે ટીમ ઇન્ડીયાની જર્સી પહરેલી છે અને તે કેમેરામાં સેલ્યૂટ કરતાં જોવા મળી રહ્યા છે.
ભારતે પાક વિરૂદ્ધ સતત સાતમી વખત જીત નોંધાવી
તમને જણાવી દઇએ કે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ-2019ના બહુપ્રતિક્ષિત મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ પાકિસ્તાનને 89 રનોથી હરાવી સતત સાતમી વખત જીત નોંધાવી છે. ભારતે 1983 અને 2011માં વર્લ્ડ કપ જીતોય હતો જ્યારે પાકિસ્તાને 1992માં આ ખિતાબ જીત્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1975, 1979, 1983, 1987માં કોઇ મુકાબલો થયો નથી. પહેલીવાર બંને ટીમો 1992માં ટકરાઇ હતી અને ભારતે પોતાના પડોશી વિરૂદ્ધ જીતનો દૌર શરૂ કર્યો હતો, તે આજ સુધી યથાવત છે. હવે આ સિલસિકો સાત મેચો સુધી પહોંચી ગયો છે.
(ફોટો સાભાર: bollywoodaccess/Instagram)
આ સાથે જ ભારતે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી શરમજનક હારનો પણ હિસાબ બરાબર કરી લીધો છે. પાકિસ્તાને મોટો સ્કોર ઉભો કરતાં ભારતને ઘૂંટણીયે પડવા અને 180 રનોની હાર પર મજબૂર કર્યું હતું. તે મેચ જૂનમાં લંડનના ધ ઓવલ મેદાન પર રમાઇ રહી હતી.