નવી દિલ્હીઃ બોલીવુડ સેલિબ્રિટી તો પ્રખ્યાત હોય છે, પરંતુ તેમના બાળકો પણ ઓછા હોતા નથી. આવો એક સ્ટાર કિડ છે તૈમૂર અલી ખાન. માતા-પિતા બોલીવુડના મોટા સ્ટાર છે. તો તૈમૂર કેમ પાછળ રહી શકે. હાલમાં સૈફ અલી ખાન (Saif Ali Khan)એ એક ઈન્ટરવ્યૂમા જણાવ્યુ કે, તૈમૂરને 'રામાયણ' જોવી ખુબ સારી લાગે છે. તે ભગવાન રામની જેમ ધનુષ-બાણ પકડીને તૈયાર થાય છે, ત્યારબાદ તે પોતાને 'ભગવાન રામ' સમજે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈમૂરને નથી ક્રિકેટનો શોખ
જ્યારે આ ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાનને પૂછવામા આવ્યુ કે શું તૈમૂરને ક્રિકેટ રમવાનું પસંદ છે? ત્યારે તેમણે કહ્યું- 'ઇબ્રાહિમ એક સારો ક્રિકેટર છે. મેં તૈમૂરને પણ બેટ પકડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તૈમૂરે ક્રિકેટમાં કોઈ રસ દાખવ્યો નહીં. તેને ગીત અને પેન્ટિંગનો શોખ છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube