તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ
તનુશ્રી દત્તાએ 2008માં બનેલી એક ઘટનાને કારણે નાના પાટેકર પર જે આરોપ લગાવ્યા હતા એના કારણે બંને વચ્ચે દલીલબાજી થઈ હતી
નવી દિલ્હી : બોલિવૂડમાં જ્યારે તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા ત્યારે #MeToo આંદોલનની આંધી શરૂ થઈ ગઈ હતી. આ મામલામાં અનેક સેલિબ્રિટીઓ તનુશ્રી દત્તાને ટેકો આપવા તેની સાથે રહી તો રાખી સાવંતે મીડિયા સામે તનુશ્રીને ડ્રગ એડિક્ટ કહી દીધી હતી. રાખીનો આ વીડિયો જબરદસ્ત વાઇરલ બન્યો છે અને આ વીડિયોના આધારે જ તનુશ્રીએ રાખી પર માનહાનિનો મુકદ્દમો દાખલ કરી દીધો છે. રાખીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે સમજ્યા-વિચાર્યા વગર બોલવાની આદત તેને કરોડો રૂ.નું નુકસાન કરાવી શકે છે.
#MeToo ઈફેક્ટ - અનુ મલિકની ઈન્ડિયન આઈડલના જજમાંથી હકાલપટ્ટી
દાંડિયા માટે ખાસ કુરતો પહેરેલો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ક્લિક કરીને જુઓ તસવીર
રાખી સાવંતના નિવેદનથી ગુસ્સે ભરાયેલી તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનિનો મુકદ્દમો ઠોકી દીધો છે અને વળતર તરીકે 10 કરોડ રૂ.ની માગણી કરી છે. રાખીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શૂટિંગ વખતે તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વેનમાં પડી હતી અને એટલે ગણેશ આચાર્યના આગ્રહને માન આપીને તેણે ગીત પુરું કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં રાખીએ આ વાત કરતી વખતે તનુશ્રી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જુઓ વાઇરલ વીડિયો...
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...