મુંબઇ: નિર્દેશક મિલન લૂથરિયા જે ડર્ટી પિક્ચર માટે લોકપ્રિય અભિનેત્રી વિદ્યા બાલન રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે, હવે પોતાની આગામી ફિલ્મમાં તારા સુતરિયા સાથે કામ કરવા માટે તૈયાર છે. ફિલ્મ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાની આશા છે. પ્રોડક્શન હાઉસ (એનજીઇ)એ આ પહેલાં તેલુગૂની પ્રસિદ્ધ ફિલ્મ આરએક્સ 100ના રિમેકની સાથે બોલીવુડમાં અહાન શેટ્ટીને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહાન ફિલ્મ માટે એક્શનમાં આકરી ટ્રેનિંગ લઇ રહ્યા છે અને હવે તારની પુષ્ટિ બાદ ટીમ શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આ સમાચારની પુષ્ટિ કરતાં સાજિદ નડીયાદવાલાએ શેર કર્યું ''અમે અમારી મુખ્ય અભિનેત્રી મળી ગઇ છે અને મારે કહેવું પડશે કે તારા ખરેખર એક કુશળ કલાકાર છે. મને લાગે છે કે તે દર્શકો માટે એક રોમેન્ટિક અને રસપ્રદ જોડી માફક હશે. અમે જૂનથી શૂટિંગ શરૂ કરીશું. 


નિર્માતાઓના અનુસાર અહાન અને તારા એક નવી જોડીના રૂપમાં મોટા પડદા પર જાદૂ પાથરતાં જોવા મળશે. અહાન અને તારાની જોડીને જોવા માટે દર્શકો ખૂબ ઉત્સુક છે.


મિલન લુથરિયાએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે ''ફિલ્મની કહાણી એકદમ રસપ્રદ છે, એક એવી પ્રેમ ગાથા જે દર્શકોને હેરાન કરી દેશે. આ એક મજબૂત પ્રેમ કહાણી છે, જેમાં બે પાત્ર મજબૂત છે. હું તારા અને અહાનને રિહર્સલ વર્કશોપ દરમિયાન એક સાથે પરફોર્મ કરતાં જોયા છે અને બંનેની કેમેસ્ટ્રિ શાનદાર છે. હવે અમે ફિલ્મ માટે તૈયાર છીએ.''


તાજેતરમાં જ મિલન લૂથરિયાએ લેખક રજત અરોરા અને ક્રૂની સાથે શૂટિંગ લોકેશનની શોધમાં દેહરાદૂન, ઋષિકેશ અને મસૂરીમાં રેકી કરી હતી. હાલમાં ટીમ ફિલ્મના શીર્ષકની શોધમાં છે. નડીયાદવાલા ગ્રેંડસન એંટરટેનમેંટના બેનર તળે નિર્મિત અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત ફિલ્મનું શૂટિંગ જૂન 2019માં શરૂ થશે.