ના હોય... જૂની અંજલી ભાભીને તારક મહેતાના મેકર્સે આપ્યો છે દગો, બે વર્ષ બાદ કર્યો ખુલાસો
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલટા ચશ્માની જૂની અંજલિએ બે વર્ષ પહેલા જ શો છોડી દીધો હતો. તેના બાદ પહેલીવાર અંજલી ભાભીએ મીડિયા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે
અમદાવાદ :પોપ્યુલર ટીવી શો Taarak Mehta Ka Ooltah Chashmah ને બે વર્ષ પહેલા જ Neha Mehta એ અલવિદા કર્યુ હતું. શો છોડ્યા બાદ એક્ટ્રેસના ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો હતો. તે સમયે અંજલી ભાભીએ શો છોડવા પાછળનુ કારણ કહ્યુ હતું કે, તેણે આ પગલુ ભરવુ જરૂરી હતું. પરંતુ હવે તેણે બે વર્ષ બાદ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે, બે વર્ષથી અંજલીને શોના બાકી રૂપિયા મળ્યા નથી.
તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં તારક મહેતાની પત્નીનો રોલ કરનાર અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા લાંબા સમયથી પરેશન છે, કારણ કે મેકર્સે તેમને રૂપિયા ચૂકવ્યા નથી. તેણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, તે અનેકવાર શોના મેકર્સને ફોન કરી ચૂકી છે. મને આશા છે કે, તેનુ જલ્દી જ સમાધાન શોધી લેવામા આવે અને તેમને મહેનતના રૂપિયા મળે.
આ પણ વાંચો : મંગળનુ રાશિ પરિવર્તન 7 રાશિઓની જિંદગી બરબાદ કરી દેશે, 27 જૂનથી સંભાળીને રહેજો
2020 થી રૂપિયા લેવાના બાકી
નેહા મહેતાએ જણાવ્યુ કે, હુ સન્માનિત જિંદગી જીવુ છું. હું ફરિયાદ કરવામાં માનતી નથી. મને આવુ કરવુ પસંદ નથી. 12 વર્ષ બાદ મેં આ શોને 2020 માં છોડ્યો હતો. પરંતુ શોના મેકર્સે મને અંતિમ 6 મહિનાના રૂપિયા આપ્યા નથી. ન તો તેઓ આ રૂપિયા ચૂકવવાની ઈચ્છા ધરાવે છે. હુ આશા રાખુ છું કે તેનુ સમાધાન જલ્દી જ કાઢવામા આવે અને મને મારી મહેનતના રૂપિયા મળી જાય.
12 વર્ષ નેહા મહેતાએ કામ કર્યું, આ કારણે છોડ્યો હતો શો
નેહા મહેતા જ્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મા શો સાથે જોડાયા હતા, તો સતત 12 વર્ષ કામ કર્યુ હતું. જેના બાદ 2020 માં શો છોડ્યો હતો. શો છોડવા વિશે નેહા મહેતાએ કહ્યુ કે, તેમને આગળ વધવા માટે શો છોડ્યો હતો. જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ શો સાથે જોડાયેલા રહો છો. તો કમ્ફર્ટ ઝોનમાં જતા રહો છો. મને અનેક વર્ષોથી અનેક ઓફર મળતી હતી, તેથી મેં તેને સ્વીકારવાના હેતુથી શો છોડ્યો હતો. તારક મહેતા મારો પરિવાર જ છે. એવુ નથી કે, પ્રોડ્યુસર કે મેકર્સ સાથેના ઝઘડાને કારણે મને કોઈ નારાજગી છે. મને લાગે છે કે, કોઈ તકલીફ ઉભા કર્યા વગર ચૂપચાપ નીકળી જવુ જ સારુ છે.
આ પણ વાંચો : વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ જોવા જેવી છે કે નહિ? Twitter પર લોકોએ આવુ કહ્યું
જોકે, નેહાને કોઈ શો ન મળ્યો
2020 માં તારક મહેતા કા ઉલટા ચશ્મા છોડ્યા બાદ નેહા મહેતાને અન્ય કોઈ શોની ઓફર થઈ નથી. તે હજી પણ સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે. નેહા મહેતા કહે છે કે, મને સારી ઓફર્સની રાહ છે. ટીવી સારુ મીડિયમ છે અને તેણે મને ઘણુ બધુ આપ્યુ છએ. પરંતુ 12 વર્ષ એક્ટિંગ કર્યા બાદ હું જલ્દી કોઈ શો કરવા માંગતી નથી. હુ વેબ સીરિઝમાં કામ કરવા માંગુ છું.
હાલ નવી અંજલિ કોણ છે
વેબ શોને લઈને નેહા મહેતાએ કહ્યુ કે, તે એક સારો વિકલ્પ છે. પરંતુ તે ક્યારેય ટીવી સ્ક્રીનને રિપ્લેસ કરી શક્તુ નથી. ટીવીની પહોંચ દૂર સુધીની છે. કરોડો લોકો તેને જુએ છે અને દેશમાં લોકો ટીવી જોવાનુ એન્જોય કરે છે. તારક મહેતા કા ઉલટા ચશ્મામાં નેહા મહેતાને એક્ટ્રેસ સુનૈના ફોજદારે રિપ્લેસ કર્યુ છે.