મુંબઈ : સબ ટીવી પર આવતા સુપરહીટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ટીવી પર 10 વર્ષ થઈ ગયા છે. 28 જુલાઈએ આ શોની 10મી વર્ષગાંઠ છે પણ આ વખતે ટીમ સેલિબ્રેશન નહીં કરે. હકીકતમાં ટીવી શોમાં ડોક્ટર હાથીનો રોલ ભજવનાર કવિ કુમાર આઝાદનું નિધન થવાના કારણે આ નિર્ણય લેવામાં આ્વ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીવી શોની લોકપ્રિયતા છેલ્લા 10 વર્ષથી જળવાયેલી છે. આ ટીવી શો અત્યાર સુધી ચાલેલો સૌથી લાંબો કોમેડી શો છે. સૌથી વધારે એપિસોડના પ્રસારણને કારણે એનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે. આ શોના અત્યાર સુધી 2500 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે. આ શોના 10 વર્ષ પુરા થયા એ બદલ આખી ટીમ ગ્રાન્ડ સેલિબ્રેશનની તૈયારી કરી રહી હતી પણ એકાએક ડોક્ટર હાથીનો રોલ કરી રહેલા કવિ કુમાર આઝાદનું અવસાન થતા આ સેલિબ્રેશનને રદ કરી દેવામાં આવ્યું છે. 


[[{"fid":"177238","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
કવિ કુમાર આઝાદના નિધનથી સમગ્ર ટીમ શોકમાં ગરકાવ છે અને ધીરે ધીરે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યાં છે. પ્રોડ્યૂસર્સે જણાવ્યું હતું કે કવિ કુમાર એવા એક્ટર્સમાંથી હતાં. જેમને તેનું કામ ખૂબ જ પસંદ હતું. તબીયત ખરાબ હોય તો પણ તેઓ શૂટિંગમાં આવતાં હતાં. નોંધનીય છે કે 9 જુલાઈના રોજ કાર્ડિયાક અરેસ્ટના કારણે કવિ કુમાર આઝાદનું નિધન થઈ ગયું હતું. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે એવું બની શકે છે કે એક્ટર નિર્મલ સોની હવેથી ડો.હાથીનો રોલ કરે કારણકે કવિ કુમાર પહેલા ડો. હાથીનો રોલ નિર્મલ સોની જ કરતાં હતાં. 2009માં કવિ કુમારે પછી નિર્મલ સોનીને રિપ્લેસ કર્યાં હતાં. નિર્મલ સોની ‘તેરા મેરા સાથ રહે’ અને ‘હોસ્ટેલ’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યો હતો.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...